VADODARA CITY
અત્યાર સુધી ગિચોગીચ મુસાફરો ભરીને ચાલતી સીટી બસ હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે

- માસ્ક વિના સીટી બસમાં પ્રવેશ નહીં,50 ટકા મુસાફર હોય તો રસ્તામાં પણ મુસાફરો બેસાડવા નહીં
- રોજ સવારે બસ ઉપડે તે પહેલાં સેનીટાઈઝેશન થશે, પાસ ધારકોને રૂપિયા પરત કરતા નુકશાન વેઠવું પડશે
વડોદરા શહેરમાં ચાલતી સીટી બસ હવે થી ગોચોગીચ મુસાફરો ભરીને નહીં ચાલે,આજ થી તમામ સીટી બસમાં 50 ટકા ક્ષમતા સુધી જ મુસાફરો બેસાડવામાં આવશે, આમ તો 70 ટકા સુધી મુસાફરો બેસાડવાની ક્ષમતા છે પણ હાલ સાવચેતીના ભાગ રીઓએ 50 ટકા મુસાફરો જ મુસાફરી કરી શકશે.
વડોદરા શહેરમાં સીટી બસ સેવા પૂરી પાડતી વિનાયક બસ સર્વિસના સંચાલક નરેન્દ્રસિંહ રાણા એ આજે જણાવ્યું હતું કે સરકાર શ્રી ની ગાઈડલાઈન પ્રમાણે બસ મુસાફરીમાં 50 ટકા મુસાફરો સાથે જ હવે બસ ચલાવવામાં આવશે. આ નિર્ણય થી બસ સર્વિસમાં નુકશાન ભોગવવાનો વારો આવશે તેમ છતાંય તકેદારીના ભાગ રૂપે નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ સૂચના આપવમાં આવી છે કે જો 50 ટકા ક્ષમતા સાથે મુસાફરો બસમાં હોય તો રસ્તા માંથી મુસાફરોને બેસાડવામાં આવશે નહીં એટલું જ નહીં માસ્ક વગર મુસાફરોને બસમાં પ્રવેશ મળશે નહીં, હાલના તબક્કે પાસ હોલ્ડરના પાસ પણ બંધ કરવામાં આવ્યા છે જેથી 50 ટકા મુસાફરો સાથે બસ ચલાવવાના નિર્ણયનો કડક અમલ થઈ શકે.

VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે