VADODARA CITY
વડોદરા તાલુકાના કથિત ટ્રેકટર ખરીદી કૌભાંડની ગંધ આવતા મુખ્યમંત્રીએ કાર્યક્રમ રદ્દ કર્યો !

- બજાર કિંમત કરતા અંદાજીત એક લાખ રૂ. મોંઘા ટ્રેક્ટરો કોના ઈશારે ગ્રામપંચાયતોને પધરાવ્યા?
- 102 ગ્રામપંચાયતના એક જ મોડલના ટ્રેક્ટર ખરીદીના બિલ શંકા ઉપજાવે તેવા
- ગ્રામપંચાયતને ટ્રેકટર ખરીદી કરવાની સ્વતંત્ર સત્તા હોવા છતાંય પંચાયત પાસે ચેકો તાલુકા પંચાયતે કેમ મંગાવ્યા?
- અનેક ગ્રામપંચાયતોએ ચેક આપી દીધા,જ્યારે કેટલીક ગ્રામપંચાયતોને કૌભાંડની ગંધ આવતા ચેક અટકાવી દીધા!
- ટ્રેકટર વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવવાના હતા પણ કૌભાંડની ફરિયાદ મળતા કાર્યક્રમ પડતો મુક્યો!
- ગુપ્તરાહે કથિત કૌભાંડની તાપસ શરૂ, એક અધિકારી અને રાજકીય માથાઓની સંડોવણીની શક્યતા
(મૌલિક પટેલ) અંધેર નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા… વડોદરા જીલ્લાના હાલ પણ કાંઈક આવા જ છે.જ્યાં સેનિટાઇઝર ખરીદી હોય કે ટ્રેકટર ખરીદી ભાગબટાઈ અને ભ્રષ્ટાચાર વિના કોઈ કામ થતા જ નથી.જેનું એક તાજું ઉદાહરણ વડોદરા તાલુકામાં જોવા મળ્યું છે. જ્યાં ગ્રામપંચાયતો ને પોતાની મરજીથી ખરીદી કરવાની સત્તા આંચકી લઈને એક અધિકારી અને કેટલાક રાજકીય મળતીયાઓએ મસમોટી ભાગબટાઈ ની વ્યૂહરચના ઘડી નાખી! અને આ ભાગબટાઈનો જશ ખાંટવા મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું જોકે મુખ્યમંત્રીએ અંતિમ ઘડીએ પોતાના આગમન નો કાર્યક્રમ રદ્દ થતા ભ્રષ્ટાચારનું બૂ આવી છે. જેમાં અને ગ્રામપંચાયતના સભ્યો જાણે અજાણે આ ભ્રષ્ટાચારી રીંગના નિર્દોષ શિકાર બન્યા છે.
થોડા સમય અગાઉ જ્યારે કોરોના કાળ દરમિયાન ગ્રામપંચાયતોમાં સેનીટાઇઝરની ખરીદીનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં વાઘોડિયા તાલુકાના ત્રણ ગામોમાં સરપંચ અને તલાટીએ પોતાની સહીથી ગ્રામપંચાયતના એકાઉન્ટ માંથી પોતાના જ નામે કે કેશ ઉપાડી લઈને મોટું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડ બહાર લાવનાર તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીની રાજકીય દબાણથી બદલી કરી દેવામાં આવી જ્યારે જેના કાર્યકાળમાં આ સેનિટાઇઝર કૌભાંડ થયું હતું તેઓ પર કોઈ કાર્યવાહી નહીં થઈ.. જ્યારે સહી કરીને કાગળ પર જેઓએ અધિકારીનો સાથ આપ્યો હતો એવા સરપંચ અને તલાટી આ કૌભાંડનો ભોગ બની ગયા.
આવી જ એક કૌભાંડી સ્કીમ વડોદરા તાલુકામાં જોવા મળી છે જ્યાં 10-20 લાખ નહીં 1 કરોડ ઉપરાંતની રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શક્યતાઓ છે. અને આ કૌભાંડમાં એક નહીં પણ કથિત પણે ચાર ભાગીદાર હોવાની લોકચર્ચા ચાલી રહી છે. જેમાં એક અધિકારી અને ત્રણ રાજકારણીઓએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની વાતો વહેતી થઈ છે.
વડોદરા તાલુકાના 102 ગામો માટે તાજેતરમાં ટ્રેકટર ખરીદી કરવામાં આવી રહ્યા છે. જે ટ્રેકટર ખરીદી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી અને પંચાયતો પાસેથી નિયત રકમના ચેક મંગાવી લઈને ટ્રેક્ટરની બજાર કિંમત કરતા અંદાજીત એક લાખ રૂપિયા મોંઘા ટ્રેકટર ગ્રામપંચાયતને પધરાવવામાં આવી રહ્યા છે. કાગળ પર ગ્રામપંચાયત દ્વારા ટ્રેકટર ખરીદી માટે ભાવપત્રક મંગાવવામાં આવ્યા હોવાનું બતાવવામાં આવ્યું છે. જેમાં કેટલાક ગ્રામપંચાયત દ્વારા આ અંગે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે.
સામાન્ય રીતે જીલ્લા પંચાયત કે તાલુકા પંચાયત દ્વારા ગ્રામપંચાયતને ગ્રાન્ટ આપવામાં આવે છે જે બાદ ગ્રામપંચાયત પોતાની મરજીથી અને બજારમાં કોટેશન મંગાવી પોતાની જરૂરિયાત પ્રમાણે ગુણવત્તા ચકાસીને ખરીદી કરે છે. આવી પરંપરા રાજ્યના તમામ ગ્રામપંચાયતો માં ચાલે છે. જોકે વડોદરા તાલુકામાં આ કથિત કૈભાંડ આચરવા માટે ઉલટી ગંગા વહેતી થઈ છે.
પંચાયતો પાસે સીધા ચેક મંગાવી લીધા હોવાનો આક્ષેપ !
અહીં ગ્રામપંચાયતના નામના ભાવપત્રક મંગાવવામાં આવ્યા અને ભલામણ પણ મંગાવવામાં આવી,આ સમગ્ર કાર્યવાહીમાં ગ્રામપંચાયત પાસે ટ્રેકટર પસંદગીની કોઈ સત્તા ન રહી કાગળ પર એમ બતાવવામાં આવ્યું કે ગ્રામપંચાયત દ્વારા ટ્રેકટર ખરીદી કરવામાં આવ્યા છે. જોકે ટ્રેકટર એજન્સીઓ પાસેથી ટેન્ડર સીધે સીધા કોઈ વચેટિયા મારફતે મંગાવીને તાલુકા પંચાયત દ્વારા ગ્રામપંચાયતની સહી સિક્કા કરાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.
ગ્રામપંચાયતને ગ્રાન્ટની રકમ આપી દીધા બાદ તાલુકા પંચાયત દ્વારા ટ્રેકટરની ખરીદી નક્કી કરવામાં આવી છે. જોગાનુજોગ તમામ ગ્રામપંચાયત દ્વારા ફક્ત ત્રણ એજન્સી પાસે જ ભાવ મંગાવવામાં આવ્યા એ વાત ગળે ઉતરતી નથી.

સ્વરાજ કંપનીના 717 મોડેલના સિંગલ પીસ્ટનના ટ્રેકટર અને હાઇડ્રોલીક ટ્રોલી મળીને કુલ 4,32,450 રૂ. નો ચેક ગ્રામપંચાયતો પાસે થી મંગાવવામાં આવ્યો છે. જેમાં કેટલીક ગ્રામપંચાયત દ્વારા ચેક આપી પણ દેવામાં આવ્યો છે.
ઉપરોક્ત ઉલ્લેખ કરેલું ટ્રેકટર સ્વરાજ અને મહિન્દ્રા એમ બંને કંપની એક સરખા ફીચર્સ સાથે બનાવે છે. અને બંને કંપનીના ટ્રેકટરની બજાર કિંમત લગભગ એક સરખી છે. ટ્રેકટર ખરીદીમાં કૈભાંડ થયાની બૂ આવતા જ ફેક્ટ ફાઇન્ડર દ્વારા જાતે જ અલગ અલગ શોરૂમ માંથી તાલુકા પંચાયત દ્વારા ખરીદેલા ટ્રેકટર મોડલ નાજ કોટેશન કઢાવ્યા જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી .
આ અંગે વડોદરા તાલુકાના કેટલાક રાજકીય આગેવાનોએ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને પણ આ અંગે રજુઆત કરતા તેઓ પણ ચોંકી ઉઠયા,તારીખ 30 ઓગસ્ટના રોજ અગાઉથી આપી દીધેલા ટ્રેકટરના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે કથિત કૌભાંડની ગંધ છેક સી.એમ સુધી પહોંચતા કાર્યક્રમમાં તેઓ હાજર નહીં રહે તેવી સૂચના કલેક્ટર કચેરીમાં મોકલી આપી હતી. જે બાદ વિતરણ કાર્યક્રમ જ રદ્દ કરી દેવાયો હતો.
તાલુકા વિકાસ અધિકારીના જવાબ અને ગ્રાઉન્ડ રીયાલીટીમાં આભ જમીનનો અંતર
આ અંગે તાલુકા વિકાસ અધિકારી દેસાઈને પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે ટ્રેક્ટરોની ખરીદી પંચાયતો એ સીધે સીધી કરી છે જેમાં તાલુકા પંચાયતની કોઈ ભૂમિકા નથી. તાલુકા પંચાયત દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરીને પ્રાથમિક માન્યતા તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી છે. બાકી કોઈ ભૂમિકા તાલુકા પંચાયતની નથી. જોકે હજી અનેક ગામોમાં ટ્રેકટર ડિલિવરી થઈ ગયા બાદ ગ્રામ પંચાયત દ્વારા ચેક આપવામાં આવ્યા નથી જેઓ આ ચેકની માંગણી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીનો જવાબ પણ અસ્પષ્ટ જણાઈ આવે છે.
ગણતરીના ડીલરો પાસેથી જ કેમ ભાવ મંગાવ્યા ? તમામ ગ્રામપંચાયતોમાં એક સરખા જ ડીલરના ભાવપત્ર કેમ ?
શહેર જીલ્લામાં નિયત કરેલા ખર્ચ મર્યાદામાં અસંખ્ય કંપનીના ટ્રેકટર મળે છે. જેમાં મહિન્દ્રા કંપનીના ટ્રેકટરનો પણ સમાવેશ થાય છે. જોકે 102 ગ્રામપંચાયતો દ્વારા એક જ કંપની ના ટ્રેકટરની ખરીદી માટે ઈચ્છા દર્શાવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. જ્યાં ટ્રેકટર અને હાઇડ્રોલીક ટ્રોલીનો ભાવ 4,65,300 મુકવામાં આવ્યો છે ત્યાં અન્ય ડીલર 3,65,000 ની કિંમતમાં ટ્રેકટર,ટ્રોલી,RTO, ઇન્સ્યોરન્સ અને એસેસરી આપે છે. તો તેઓના ભાવો કેમ મંગાવવામાં નહીં આવ્યા એ પ્રશ્ન ઉભો થયો છે.
વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાક ડીલર દ્વારા મંજુર કરેલા ભાવ કરતા ઓછા ભાવના કોટેશન પણ આપવામાં આવ્યા હતા જે કોટેશનની નોંધ પણ લેવામાં આવી નથી જ્યારે આ સુનિયોજિત કથિત કૌભાંડમાં અનેક માથાઓની સંડોવણી હોવા છતાંય કાગળો ઉપર તો ગ્રામપંચાયતો જ બલી નો બકરો બનાવવામાં આવી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે