Connect with us

VADODARA CITY

બુટલેગર ને ત્યાં રેડ કરવા ગયેલી SMC ની ટીમ પર પથ્થરમારો,ઘટના વડોદરા શહેરની

Published

on

વડોદરા શહેરના સમા વિસ્તારમાં બુટલેગર ના શરાબના અડ્ડા પર દરોડો પાડવા પહોંચેલી સ્ટેટ વિજિલન્સ ની ટીમ પર ટોળા એ પથ્થરમારો કરતા PSI સહિતના પોલીસ જવાનોને સ્થળ છોડી ભાગવું પડ્યું હતું. જ્યારે સ્ટેટ વીજીલન્સ ના PSI ને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે

વડોદરા શહેરમાં બૂટલેગરો બેફામ થયા છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જ્યાં બૂટલેગરો પોલીસને ગાઠતાં નથી. શહેરના સમા વિસ્તારમાં ખાનગી સ્કૂલની પાછળ ના ભાગે કોઈ બુટલેગર વિદેશી શરાબનો અડ્ડો ચલાવે છે તેવી બાતમી ના સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે દરોડો પાડયો હતો.જ્યાં PSI સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચતા સ્થાનિક ટોળા એ પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી.

Advertisement

હજી પોલીસ કોઈ કાર્યવાહી કરે તે પહેલા ટોળા એ પત્થરમારો કરી દેતા સ્ટેટ મોનીટરીંગ સેલ ના PSI સહિતના સ્ટાફે સ્થળ છોડીને નીકળી જવું પડ્યું હતું. સમગ્ર ઘટનામાં PSI ને ઈજા પહોંચી હોવાનું અને કાર ના કાચ તોડી નાખ્યાં હોવાની માહિતી મળી છે. વિજિલન્સ ની ટીમ પણ વડોદરામાં સુરક્ષિત નથી તેવું ફલિત થયું છે ત્યારે સમા પોલીસ મથકે હિંસક ટોળા વિરુદ્ધ વિજિલન્સ ની ટીમે ફરિયાદ નોંધાવી હોવાની માહિતી મળી છે.

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending