VADODARA CITY
પૂજ્ય હરીપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કારના દિવસે જ થઈ હતી જાહેરાત,તો હવે વિવાદ કેમ?

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી દેવલોસ પામ્ય તે જ દિવસથી મંદિરની સુકાન/ગાદી કોને સોંપાશે તેણે લઇને અનેક અટકળો શરૂ થઇ હતી. મંદિરને ગાદીને લઇને બે જૂથો આમને સામેન આવી ગયા હોય તેવી વાતો પણ વહેતી થઇ હતી. પરંતુ મંદિરમાં આવી કોઇ ઘટના બને તે માનવામાં આવી રહ્યું ન્હોતુ. જોકે થોડા દિવસો પૂર્વે જ મંદિરના સંતો દ્વારા સતસંગી અનુજ ચૌહાણને માર મારવાની ઘટના બાદ સમગ્ર વિવાદ લોકોની સમક્ષ આવી ગયો હતો.
મંદિરની ગાદી કોણ સંભાળશે તેને લઇને અનેક વિવાદો સર્જાઇ રહ્યાં છે. તેવામાં મંદિરમાં જૂથવાદ શરૂ થયો છે. તે વાતને પણ નકારી શકાય તેમ નથી. બન્ને જૂથો વચ્ચેનો વિવાદ હવે ચરમ સિમાએ પહોંચ્યો છે. પ્રત્યક્ષ નહી પરંતુ સોશિયલ મીડિયમાં હવે એક યુદ્ધ થતું જોવા મળી રહ્યું છે. જેમાં રોજે રોજ મંદિરના વિવાદને લઇને નવા નવા વળાંકો સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આક્ષેપ પ્રતિઆક્ષેપથી લઇને અનેક વિડિઓ, ફોટો અને પી.ડી.એફ ફાઇલો ફરતી થઇ છે.
જે પૈકીનો વધુ એક વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ગત તા. 1લી ઓગષ્ટ 2021ના રોજ હરિપ્રસાદ સ્વામીની અંતિમ સંસ્કરની વિધિ કરવામાં આવી હતી. આ સમયે અગ્નિની દિવ્ય જ્યોત સામે સાક્ષી રાખીને સમગ્ર સમાજની સામે દેશ વિદેશના ભક્તોની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવ્યું હતુ કે, પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી મંદિરના તમામ કાર્યોને લીડ કરશે, જેમાં ત્યાગ સ્વામી, વિઠ્ઠલદાસ ફુવા, અશોકભાઇ સાથે રહેશે અને સાથ આપશે. એમ તમામના હાથ હાથમાં આપવામાં આવ્યા અને સમગ્ર સમાજે સહજતાથી આ સમયે આનો સ્વીકાર પણ કર્યો, આ વાતને સર્મથન આપતો વિડિઓ પણ હાલ વાયરલ થયો છે.
આ વિડિઓમાં જણાવેલા બાબત સ્પષ્ટ છે. છતાંય વિચારવા જેવી બાબત એ છે કે, કોને આ જાહેરાતમાં વિરોધ હતો ? હરિધામનુ તંત્ર બગડે, એનું વાતાવરણ ડોહળાય, હિરધામની પ્રતિષ્ઠા પર લાંછન લાગે એમા કોનો સ્વાર્થ પોસાઇ રહ્યો છે ? કોણ પોતાના કાળા કામોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ? કોણા કહેવાથી મંદિરમાં અસામાજીક તત્વોએ ઘેરો કર્યો, અત્યાર સુધી મંદિરમાં જે કંઇ થયું તેના માટે કોણ જવાબદાર છે ?
આ ઉપરાંત વિચારવામાં જેવી બાબત એ પણ છે કે, જે તે સમયે જાહેરમાં કરાયેલી જાહેરાત શું ખોટી હતી ? શું આ ખરેખર મદિરની ગાદીની હક્કદાવાની લડાઇ છે? જાહેરાત કરી સમાજ અને સંસ્થાને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં ? જાહેરાત ખોટી હતી તો તેની સામે કાર્યવાહી થવી જોઇ ? કોના કહેવાથી આ પ્રકારની જાહેરાત થઇ ? અને જો આ ગાદીની લડાઇ નથી તો અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઇ છે કે કેમ તેવા અનેક સવાલો હરિભક્તોના માનમાં ઉઠી રહ્યાં છે.
હાલ મંદિરમાં ચાલી રહેલો વિવાદ વાંદરા અને બિલાડીની જુની કહેવત જેવો છે, જે આપણે સૌએ સાંભળી હશે, જેમાં બે બિલાડીની લડાઇમાં વાંદરો લાભ ઉઠાવી જાય છે. જેથી કહીં શકાય કે હવે વિવાદનો અંત લાવવા માટે હરિભક્તોએ ખુદ લાભ લેનારને શોધવાની જરૂર છે. જેથી હરિધામ સોખડા મંદિરના વિવાદનો અંત લાવી શકાય.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે