VADODARA CITY
પાલીકાના સભાખંડમાં ભજવાયેલા કથિત પર્યાવરણવિદના સ્ક્રિપ્ટેડ નાટક પર આજે ફરી સવાલો ઉભા થયા

- કોંગ્રેસનું એક જૂથ અગોરાના કથિત દબાણ મુદ્દે મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરવા પહોચ્યું, અમી રાવતની સૂચક ગેરહાજરી
- ખુબ ગાજેલા અમી રાવત કેમ અગોરાના વિષયમાં હાજર નથી તે પ્રશ્ન પર સૌની ચુપકીદી
- દિવાળી પહેલાની એ સામાન્ય સભામાં ફ્લોર પર બેસી ગયેલા અમી રાવતે અગોરાના વિષયમાં એકાએક કેમ હાથ ખંખેર્યા ?
વડોદરા શહેરના મંગલપાંડે રોડ પર આવેલા બાલાજી ઇન્ફ્રાસ્ટ્રકચરના અગોરા મોલના માલિકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં પુરાણ કરીને વધારાની જમીન પર કબજો કરી લેવાના કિસ્સામાં આજે પૂર્વ વિપક્ષીનેતા ચંદ્રકાંત ભથ્થુંની આગેવાનીમાં મ્યુનીસીપલ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેશ અમીન સહીત કોંગ્રેસના કેટલાક નગરસેવકો પણ જોડાયા હતા. જોકે છાશવારે અગોરા મામલે પાલિકાની સભામાં ફ્લોર પર બેસી જતા વિપક્ષી નેતા અમી રાવતની સૂચક ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.
વડોદરામાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં થયેલા લગભગ તમામ પ્રોજેક્ટમાં તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ અને હાલના કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતને વાંધો હતો. અને આવા બાંધકામો સામે અંદોલન પણ કર્યા હતા. હાલના વિપક્ષના નેતા અને જાણીતા પર્યાવરણવિદ અમી રાવતે પણ વરસાદી કાંસ પરના દબાણો, યુનીવર્સીટીની જમીન પર ગેરકાયદે બાંધકામ,વિશ્વામિત્રીના વહેણમાં ફેરબદલ કરીને કરવામાં આવેલા દબાણો જેવા વાક્યો સાથે કરેલા આંદોલનમાં આજે પણ એ બાંધકામો ઠેર ના ઠેર કેમ છે તે સમજાતું નથી .
દિવાળી પહેલા આવી જ એક ઘટનામાં નાટ્યાત્મક રીતે મંગલપાંડે રોડ પર પાંચ વર્ષથી ગાજેલા અગોરા મોલનો મુદ્દો એકાએક શાંત કરી દેવામાં આવ્યો, ઉજવણી કરવામાં આવી કે અમી રાવતની લડાઈમાં જીત થઇ છે. શહેરીજનોને 400 કરોડ ઉપરાંતનો ફાયદો થયા ની ખુશી પણ વ્યક્ત કરી દેવાઈ, મેયરે પણ હોશે હોશે કહી દીધું કે અગોરા દ્વારા દબાણ કરવામાં આવેલી વધુ પડતી જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાશે. દિવાળી પહેલાના આ નાટકોની આજે પોલ ખુલી જવા પામી છે.
દિવાળી બાદ લાંબો સમય વીતી ગયો, પણ “અદબ પલાઠી મોઢે આંગળી” કરીને બેઠેલા વિપક્ષી નેતાને કેમ અગોરાના દબાણની દીવાલ યાદ આવતી નથી ? પાલિકાના સભાગૃહના રંગમંચ પર ભજવાયેલા સ્ક્રિપ્ટેડ નાટક બાબતે મેયર પણ કાંઈજ પ્રતિકિયા આપતા નથી .
અગોરા પર જાગનારા પત્રકારો પણ ચુપ થઇ ગયા,વિશ્વામિત્રી પરના દબાણોનો મુદ્દો પણ સાઈડ ટ્રેક થઇ ગયો અને કમ્પાઉન્ડ વોલમાં ખુશ થયેલા નેતાઓ પણ આજે ખોવાઈ ગયા,આજે ફરી અગોરાના દબાણો દુર કરવાની માંગણી સાથે એક મોરચો પાલિકાના દાદરે આવી પહોચ્યો..
પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થું, કોંગી નગરસેવક બાળુ સુર્વે , સીનીયર નગર સેવક પુષ્પાબેન વાઘેલા, ધારાશાસ્ત્રી અને ખરેખરના પર્યાવરણવિદ એવા વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેશ અમીન સહિતના આગેવાનો એ મ્યુનીસીપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું,માત્ર કમ્પાઉન્ડ વોલ બનાવવા નહિ વિશ્વામિત્રી નદીના વહેં પર બાંધવામાં આવેલા દબાણો દુર કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે