VADODARA CITY
27 થી 30 જાન્યુઆરી 2023એ વડોદરામાં 11માં VCCI એક્સ્પોનું આયોજન થશે

- નવલખી મેદાનની 9 લાખ સ્કેવરફિટ જગ્યામાં 16 AC ડોમ ઉભા કરાશે
- 500 થી વધુ સ્ટોલમાં ઉદ્યોગો પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે
- વિવિધ વિષયો પર B2B સમિટ,કોન્ફ્રન્સ અને લેકચર્સનું પણ આયોજન
વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી 27 થી 30 જાન્યુઆરી સુધી VCCI એક્સપો 2023નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નવલખી મેદાન ખાતે VCCIના 11માં એક્સપો માટે હાલથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાના નવલખી મેદાનમાં લગભગ 9 લાખ સ્કેવરફૂટ જગ્યા પર 500 થી વધુ ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદન નું પ્રદર્શન આગામી 27 જાન્યુઆરીએ યોજાશે જે માટે અહીં 16 જેટલા ડોમ તૈયાર કરવામાં આવનાર છે. જ્યાં વિવિધ ઉદ્યોગો દ્વારા પોતાના સ્ટોલમાં તેઓના ઉત્પાદનોનું ડિસ્પ્લે કરવામાં આવશે.
VCCIના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર દેશભર માંથી અહીં બે લાખથી વધુ ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ મુલાકાત લેશે. જ્યાં VCCI દ્વારા ગુજરાત અને ગુજરાત બહારની ખ્યાતનામ લાર્જ સ્કેલ કંપનીઓને આમંત્રિત કરવામાં આવી છે. કોરોનાકાળ પછી પ્રથમવાર યોજાઇ રહેલા VCCI એક્સપોમાં આ વખતે EV મશીન અને ઇલેક્ટ્રિક વિહિકલ ઉત્પાદન અંગે ઘણું નવું જાણવા મળશે.
જ્યારે અહીં મુલાકાતે આવનારા ઉદ્યોગ સાહસિકો માટે સ્ટાર્ટઅપ પેવેલીયન ન્યુ એજ બિઝન્સ સમીટ,ફેમ ઇન્ડિયા ફેઝ 2 ની સ્કીમ અને પોર્ટલ પ્રદર્શન, ઇનોવેટિંગ ઇન્ડિયા @ 2047, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ @2047, પાવર કોન્ફ્રાસ્ન્સ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. .
સાથે સાથે ઉદ્યોગોને ચર્ચા વિચારણાની તક અને માર્ગદર્શન મળે તે માટે વિવિધ વિષયો પર B2B સમિટ,કોન્ફ્રન્સ અને લેકચર્સનું ઓન આયોજન કરવામાં આવ્યું છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે