Connect with us

VADODARA CITY

સુપરફાસ્ટ વડોદરા પોલીસ : વીડિયો વાયરલ થતાં પહેલાં પોલીસે કાર્યવાહી કરી હોવાનો દાવો, હવે વીડિયો વાયરલ કોણે કર્યો એ મુખ્ય મુદ્દો !

Published

on

  • DCP એમ કહે છે કે વીડિયો વાયરલ થયા બાદ શરાબની બોટલો હાથમાં લઈને તમાશો કરનાર યુવકને પોલીસે પકડ્યો
  • ACP એ આપેલી પ્રેસ રિલીઝ એમ કહે છે કે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જ શરાબની બોટલો સાથે યુવકને ઝડપી પાડયો
  • યુવકને પકડી પાડયા બાદ વીડિયો વાયરલ થયો હોવાનો પ્રેસ રિલીઝના દાવો
  • જાહેર માર્ગ પર શરાબની બોટલો સાથે તમાશો કરનાર યુવકના નિવેદનને આધારે વીડિયો વાયરલ કરનાર શખ્સની શોધખોળ કરશે પોલીસ
  • પોલીસની આબરૂ શરાબની બોટલો સાથે થયેલા તમાશાને લીધે નથી ગઈ, વીડિયો વાયરલ થવાથી ગઈ!

વડોદરા શહેર પોલીસ ની કામગીરી એટલી ઝડપી છે કે ગુન્હો થતાની સાથે જ પોલીસ ત્યાં પહોંચી જાય છે અને આરોપી પકડાયા બાદ કોઈ એ ઘટના નો વીડિયો વાયરલ કરી દે છે. જોકે ત્યાર બાદ ગુન્હો કરનાર શખ્સ ના નિવેદનને આધારે વીડિયો કોણે વાયરલ કર્યો તે શોધવું એ પોલીસની મુખ્ય કામ બની જાય છે!

આવી જ એક ઘટના ગત રોજ વડોદરા શહેરમાં બનવા પામો હતી. વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ ઉતરીને આવેલા ગુજરાત ટ્રેકટર કમ્પાઉન્ડ પાસે એક યુવક જાહેર માર્ગ પર શરાબ ની બોટલો સાથે ઉભો ઉભો તમાશો કરતો હતો. કોઈ મહિલા સાથે શરાબના ધંધાની હરીફાઈ મામલે થતી ચર્ચાને જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીએ આ ઘટનાનો વીડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દીધો, વીડિયો વાયરલ થયો એટલે પછી જોવા કેવી થઈ, પોલીસે આરોપીને શોધી કાઢ્યો અને વીડિયોમાં દર્શાવેલી ત્રણ શરાબની બોટલો પોલીસે કબ્જે કરી ઉપરાંત વીડિયોમાં જે રીતે યુવક બફાટ કરતો હતોકે રાવપુરા પોલીસને ભરણ પહોંચે છે, એ અંગે પણ અલગથી પોલીસ તપાસમાં આદેશ DCP જયરાજસિંહ વાળા એ કર્યા..સાંભળો DCP જયરાજસિંહ વાળા નું નિવેદન

આ ઘટનામાં પોલીસે વીડિયો વાયરલ થયા બાદ શરાબનો બોટલો સાથે તમાશો કરતા યુવકને પકડી પાડયો હોવાનું ખુદ DCP જયરાજસિંહ વાળા એ જણાવ્યું અને રાવપુરા પોલીસને ભરણ આપવાની બાબતમાં ACP ને અલગથી તપાસ સોંપી હોવાનું જણાવ્યું હતું.પરંતુ સાંજ પડતા સુધીમાં આખી ઘટનાની  પટકથા બદલાઈ ગઈ..

Advertisement

ACP મેઘા તેવાર દ્વારા પોલીસ મીડિયા વોટસએપ ગ્રુપમાં આપવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે “રાવપુરા પોલીસના સ્ટાફને સખત પેટ્રોલિંગ ફરવાના આદેશ કરેલ હોય જે આધારે તારીખ 23/03/2022 ના રોજ વિશ્વામિત્રી બ્રિજ ઉતરતા ગુજરાત ટ્રેકટર કંપની ની સામે જાહેર રોડ પર એક ઈસમ નામે દર્શન ચીમનભાઈ પંચાલ રહે. વિશ્વામિત્રી ટાઉનશિપ ની બાજુમાં,વલ્લભ કોમ્યુનિટી હોલ ગુજરાત ટ્રેકટરની સામે નાનો તેના હાથમાં કાચની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ -3 સાથે મળી આવેલ…” વાંચો વિગતવાર

બીજા ફકરામાં લખેલી વાત ખૂબ સૂચક છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, “આ કામે સોસીયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે ઉપરોક્ત પકડાયેલ આરોપી દર્શનભાઇ ચીમનભાઇ પંચાલ નાઓની પુછ પરછ તેમજ કેવા કારણોસર કોણે આ વિડીયો વાયરલ કરેલ છે? તે દિશામા તપાસ કરતા કરાવતા હકીકત એવી જણાઇ આવેલ કે આ કામનો આરોપી તેના હાથમાં વિદેશી દારૂની બોટલો જાહેર રોડ પર લઇ આમતેમ બોલતો હોય કોઇ અજાણયા રાહદારી ઇસમોએ વિડીયો ઉતારી સોસીયલ મીડીયામાં વાયરલ કરેલ હોય તે પહેલા ઉપરોકત આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સોસીયલ મીડીયામાં વિડીયો વાયરલ કરનાર અજાણ્યા રાહદારી ઇસમની હાલ તપાસ તજવીજ ચાલુ છે.”

ACP શ્રી મેઘા તેવાર દ્વારા અપાયેલા પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર શરાબની બોટલો સાથે પકડાયેલા યુવકના નિવેદન પ્રમાણે વીડિયો વાયરલ થતાં પહેલાં જ પોલીસે શરાબની બોટલો સાથે રોડ પર તમાશો કરનાર યુવકને ઝડપી પાડયો હતો. એટલું જ નહિ હવે પોલીસ કેવા કારણોસર અને કોણે વીડિયો વાયરલ કર્યો તે દિશામાં તપાસ કરશે. અને વિડિયો ઉતારનાર અજાણ્યા રાહદારી ઇસમની તપાસ તજવીજ ચાલુ કરી છે.

Advertisement

મહત્વનું એ છે કે પોતાની ખરડાયેલી છબી બચાવવા પોલીસ એક શરાબની બોટલો સાથે તાયફો કરનાર યુવકના નિવેદનને આધારે વીડિયો ઉતારનાર રાહદારીને કેમ શોધી રહી છે? આ તે કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? આખી પ્રેસનોટમાં યુવકે જાહેરમાં નિવેદન કરેલા રાવપુરા પોલીસ ના “ભરણ” અંગે કોઈ ઉલ્લેખ નથી. પણ વિડિયો કોણે ઉતર્યો એના પર પોલીસને વધુ ચિંતા સતાવી રહી છે?

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending