VADODARA CITY
ઓનલાઈન શિક્ષણની માંગણી કરનાર પારુલ યુનીવર્સીટીના કેટલાક વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, આમ આદમી પાર્ટીએ આવેદન આપ્યું

- ઓફલાઈન શિક્ષણના વિરોધમાં ગત રોજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો.
- યુનીવર્સીટી સત્તાધીશોએ આંદોલનમાં ભાગ લઇ મહત્વની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
- આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સસ્પેન્ડેડ વિદ્યાર્થીઓને પાછા લેવાની માંગણી કરી
વડોદરાના વાઘોડિયા તાલુકામાં ગત રોજ પારુલ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓએ ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણની માંગણી સાથે દેખાવો કર્યો હતો. છેલ્લા થોડા દિવસથી વધી રહેલા કોરોનાના કેસને લઈને વિદ્યાર્થીઓ એ ઓનલાઈન શિક્ષણ આપવા માટે ભાર મુક્યો હતો. જોકે આ રજૂઆત અંદોલનમાં પરિવર્તિત થતા યુનીવર્સીટી સત્તાધીશોએ શિસ્તભંગ કરનાર અને અંદોલનની આગેવાની કર્રનાર કેટલાક વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને સસ્પેન્ડ કરવામાં આવેલા વિદ્યાર્થીઓનું સસ્પેન્શન પરત ખેચવાની માંગણી કરી હતી. કોરોના કાળમાં હાલ દરેકને પોતાની સુરક્ષા માંગવાનો અધિકાર છે. પારુલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ ફક્ત ઓનલાઈન શિક્ષણ ની માંગણી કરી હતી. જેમાં તેઓ સામે દંડનીય પગલાં કેમ લેવામાં આવ્યા તેવા પ્રશ્નો આમ આદમી પાર્ટીના યુથ વિંગના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા.
જીલ્લા કલેકટર પોતે આ વિષયને ગંભીરતા થી લઈને ઓનલાઈન શિક્ષણ માટે મંજુરી આપી જે વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. તે પછી ખેચે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે