VADODARA CITY
સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો
TNAI લોકલ યુનિટ સયાજી હોસ્પિટલ વડોદરા દ્વારા નવા વર્ષના સ્નેહમિલન સમારોહ અંતર્ગત નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ વિજેતા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રારનું સન્માન ,નવી નિમણુંક પામેલ નર્સિંગ સ્ટાફનું ભવ્ય સ્વાગત તેમજ કોરોના વોરિયર્સના પરિવારનું બહુમાન કરવામાં આવ્યું હતું.
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતેના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે ટી.એન.એ.આઈ. લોકલ યુનિટ તેમજ મેડિકલ સર્વન્ટ્સ અર્બન કો.ક્રેડિટ સોસાયટી એસેસજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ વિજેતા ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ના રજિસ્ટ્રાર ડોક્ટર પ્રભાબેન ડાભી ,એસેસજીના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐયર ,શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ગુજરાતના ઇકબાલ કડીવાલા , પૂર્વ નોડલ અધિકારી અને કાઉન્સિલર ડો.શીતલ મિસ્ત્રી , નર્સિંગ કાઉન્સિલ વડોદરાના કમલેશ પરમાર સહિત સ્ટાફ અને તબીબી વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હાલમાં જ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ વિજેતા ડો.પ્રભાબેન ડાભીનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ 180 જેટલા નવા નિયુક્ત થયેલા નર્સિંગ પ્રોફેશનલ્સને એસેસજી પરિવારમાં ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો.અને કોરોના કાળમાં સેવા બજાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે તેવા નર્સિંગ પ્રોફેશન્સના પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે