VADODARA CITY
રેપ કેસમાં અશોક જૈનને સેશન્સ કોર્ટે જામીન આપ્યા

- 48 દિવસના જેલવાસ વાળ અશોક જૈન જેલમુક્ત થયા
- પીડિતા ના ઉલ્લેખ પ્રમાણે દુષ્કર્મના આરોપના દિવસે અશોક જૈન વડોદરામાં હાજર ન હતા
- રાજુભટ્ટ નો જેલવાસ યથાવત, પોલીસે તપાસમાં ઢીલ મૂકી હોવાનું સાબિત થયું
ગોત્રીના ચકચારી હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં મુખ્ય આરોપી એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનને આજે સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. વિવાદોમાં ઘેરાયેલા રેપ કેસમાં મુખ્ય આરોપીને જામીન મળી જતા તપાસમાં રહેલા છીંડા બહાર આવી ગયા છે. જ્યારે હકીકતમાં આ રક રેપ કેસ હતો કે પછી અન્ય કોઈ કાવતરું તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.
વડોદરાના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે એક પરપ્રાંતીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.
યુવતીને આશ્રય આપનાર અને રાજુ ભટ્ટ સાથે સંપર્ક કરાવનાર હોટલ માલિકની ધરપકડ કર્યા બાદ જૂનાગઢથી રાજુ ભટ્ટની ધરપકડ થઈ હતી. જ્યારે પાલીતાણા જૈન તીર્થના એક આશ્રમ માંથી અશોક જૈનની ધરપકડ કરવામાં આવી હતી.
અશોક જૈનની ધરપકડ થતા જ નાટ્યાત્મક રીતે રેપ કેસમાં મીડિયા ટ્રાયલ કરતા બુટલેગર અલપુ સિંધીને પણ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.જે બાદ સમગ્ર મામલે કંઈક રંધાઈ રહ્યું હોય તેવી ચર્ચા ચાલી હતી.
થોડા સમય અગાઉ પીડિતા યુવતીએ કેસ પોતાના વતનમાં કેસ ટ્રાન્સફર કારવાની અરજી કરી હતી. જે બાદ પીડીતાએ પણ નાટયાત્મક રીતે અરજી પરત ખેંચી લીધી હતી.
7 ઓક્ટોબર થી 48 દિવસના જેલવાસમાં આજે અશોક જૈનને જામીન આપવામાં આવી છે. અશોક જૈનના વકીલે દલીલ કરી હતી કે પીડીતાએ જે દિવસે દુષ્કર્મ થયાની ફરિયાદ લખાવી છે તે દિવસે અશોક જૈન વડોદરામાં હજાર ન હતા. તેઓના હોટલ બુન્કિંગ અને ફ્લાઇટ ની ટીકીટ સાથેના પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર મામલે દલીલોને આધારે આજે તેઓના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે