VADODARA CITY
ચોરી કર્યાની શંકાએ નંદેસરીની પાનોલી કંપનીના સિક્યુરિટી ગાર્ડે ડ્રાઇવરને ઢોર માર માર્યો,સારવાર દરમિયાન મોત

કંપનીના ત્રણ સિક્યુરીટી જવાન સહિત ચાર સામે હત્યાનો ગુનો દાખલ કરાયો
વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઇડીસીમાં 38 વર્ષીય ટ્રક ડ્રાઇવરે પાનોલી ઇન્ટર મિડીયેટ કંપનીમાંથી 5 હજારનો ભંગાર ચોરી કરીને નાસી જતા કંપનીના સિક્યુરીટી જવાનો સહિત ચાર વ્યક્તિઓએ તેને ઝડપી પાડી ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા ડ્રાઇવરનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે નંદેશરી પોલીસે મોતને ભેટેલા ટ્રક ડ્રાઇવર સામે ચોરીનો ગુનો અને માર મારનાર ત્રણ સિક્યુરીટી જવાનો સહિત ચાર સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ મૃતક ડ્રાઇવરની માતા અને પત્ની સહિત પરિવારે કંપની પાસે વળતર આપવાની માંગ કરી છે.
પાંચ હજારના ભંગાર માટે ડ્રાઇવરે જીવ ગુમાવ્યો
નંદેશરી પોલીસ મથકના પી.આઇ. એસ.એ. કરમુરે જણાવ્યું હતું કે, નંદેશરી ખાતે આવેલ ગુરૂકૃપા ટ્રાન્સપોર્ટ કંપનીમાં 40 વર્ષીય બલજીન્દર મંગલસિંઘ રંધાવા (રહે. નંદેશરી ગામ, ગાયત્રી દૂધ ડેરી પાસે) ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તા. 6-7-022ના રોજ સાંજના સમયે તે નંદેશરીમાં આવેલી પાનોલી ઇન્ટર મિડીયેટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં ગયો હતો. અને કંપનીના કમ્પાઉન્ડમાં પડેલી એસ.એસ.ની જુની પાઇપો સહિતનો આશરે રૂપિયા 5 હજારની કિંમતના ભંગારની ચોરી કરી ટ્રેલમાં મુકી નાસી છૂટ્યો હતો. દરમિયાન કંપનીમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનોની નજર તેના ઉપર પડી હતી.
સિક્યુરીટી જવાનોના મારથી મોતને ભેટેલા ડ્રાઇવર સામે ચોરીનો ગુનો નોંધાયો
દરમિયાન કંપનીના ત્રણ સિક્યુરીટી જવાનો સહિત ચાર વ્યક્તિઓએ ભંગારની ચોરી કરી ટ્રેલર લઇ ભાગી છૂટેલા બલજીન્દરસિંઘ રંધાવાનો પીછો કરી દશરથ ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. અને તેને ઢોર માર માર્યો હતો. લાકડીઓ તથા મુક્કા દ્વારા માર મારવામાં આવતા બલજીન્દરસિંઘ રંધાવાને ગંભીર ઇજા થઇ હતી. તુરતજ તેની પત્ની પરમજીતકૌર અને પરિવારજનો હોસ્પિટલમાં લઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવ અંગે નંદેશરી પોલીસ મથકમાં કંપનીમાંથી ચોરી કરનાર ટ્રક ડ્રાઇવર બલજીન્દરસિંઘ રંધાવા સામે ચોરીની ફરિયાદ અને જીવલેણ માર મારનાર ત્રણ સિક્યુરીટી જવાનો મહેન્દ્ર ઉર્ફ મહેશ વાલજીભાઇ ચૌહાણ (રહે. 305, ગાંધી ફળીયું મીની નદી બ્રિજ પાસે પેટ્રોફિલ્સ કંપનીની વોલ પાસે, નંદેશરી), હેમંતસિંઘ ધિરેનસિંઘ (રહે. 24, રતનસિંહની ચાલી રેઢીયાપુરા તા.જિ. વડોદરા, મૂળ દહેલવાડા, મધ્ય પ્રદેશ ), જયવિરસિંઘ સુખવિરસિંઘ ચૌહાણ (રહે. સી-4, પાનોલી કંપનીના હાઉસિંગના મકાનમાં, ચાંમુડા નગર, નંદેશરરી) અને મહેશ સોમજીભાઇ ચૌહાણ (રહે.305, ગાંધી ફળીયું મીની નદી બ્રિજ પાસે પેટ્રોફિલ્સ કંપનીની વોલ પાસે, નંદેશરી) સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે ગંભરી ઇજા પામેલા ટ્રક ડ્રાઇવર બલજીન્દરસિંગ રંધાવાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણ સિક્યુરીટી જવાનો સહિત ચાર સામે હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી છે.
માતા અને પત્નીએ કંપની પાસે વળતરની માંગણી કરી
આજે સવારે ટ્રક ડ્રાઇવર બલજીન્દર રંધાવાનું મોત નીપજતાં હોસ્પિટલમાં માતા, પત્ની સહિત પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. માતા અને પત્ની પરમજીતકૌરે જણાવ્યું હતું કે, બલજીન્દર સામે ખોટો ચોરીનો આરોપ મુકીને માર મારવામાં આવ્યો છે. કંપની દ્વારા વળતર આપવામાં આવે. માતાએ જણાવ્યું કે, મારા પુત્રના બે નાના સંતાનો છે. પત્નીએ જણાવ્યું કે, મારા બે સંતાનો છે. આખી જિંદગી પસાર કરવી મુશ્કેલ છે. અમોને કંપની દ્વારા વળતર આપવામાં આવે. અને મારા સંતાનો અભ્યાસ કરે ત્યાં સુધી તેઓનો શિક્ષણનો ખર્ચ ઉપાડવામાં આવે તેવી માંગણી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે