VADODARA CITY
ત્રીજો દિવસ : આંદોલને ચઢેલા જુનિયર તબીબોએ બ્લેક ડે મનાવી ધરણા યોજ્યા
- રેસિડેન્ટ તબીબો ની હડતાળ ત્રીજા દિવસે યથાવત,વી વોન્ટ જુનિયર્સ,સેવ ધી સેવીયર્સ ના સુત્રોચ્ચાર સાથે વિરોધ
- ઓપીડી સહિત ની કામગીરી નો બહિષ્કાર,ઓપીડી માં લાંબી લાઈનો લાગી
- એક ઓપીડી માં 10 ને બદલે 5 તબીબો બજાવી રહ્યા છે ફરજ,બે કલાક થી વધુ સમય દર્દીઓને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો
નિટ કાઉન્સેલિંગના અભાવે જુનિયર તબીબોને નવી બેચ ન આવતા સેકન્ડ યરના તબીબોને કામનું ભરણ વધી જતાં તેઓમાં રોષની લાગણી વ્યાપી છે. જેને લઇને છેલ્લા ત્રણ – ચાર દિવસથી જુનિયર તબીબો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
જેના ભાગરૂપે આશ્ચર્યજનક કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે તબીબો દ્વારા કાળા વસ્ત્રો પહેરીને સયાજી હોસ્પિટલના કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી બ્લેક ડે મનાવ્યો હતો. એટલું જ નહીં તેઓ ઓપીડી, વોર્ડ તથા ઇમરજન્સી સેવાઓ બંધ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે બીજા વર્ષના તબીબો દ્વારા તેઓના જુનિયર તબીબો ની નવી બેચ આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ તબીબો દ્વારા છેલ્લા ચાર દિવસથી સરકાર સમક્ષ આંદોલન સાથે જુનિયર તબીબો અને ડિમાન્ડ કરી રહ્યા છે પરંતુ સરકાર તરફથી તેઓને કોઇ પણ પ્રકારની મચક આપવામાં ન આવતા તબીબો દ્વારા તેઓનું હડતાલનું આંદોલન દિનપ્રતિદિન ઉગ્ર બની રહ્યું છે.

ગઈકાલે આંદોલનના ભાગરૂપે તબીબોએ દિવસ દરમિયાન ધારણ અને સૂત્રોચ્ચાર કર્યા બાદ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો. આજે સવારે આશ્ચર્યજનક કાર્યક્રમ અંતર્ગત કાળા વસ્ત્રો પહેરીને સયાજી હોસ્પિટલમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે