VADODARA CITY
રાજેન્દ્ર ત્રીવેદીના કહ્યા પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ વડોદરાના વિકાસ પર પ્રશ્ન કરતા પહેલા પોતાનું ગોત્ર નક્કી કરવું પડે!!

- CREDAI વડોદરાના ચેરેમન મયંક પટેલે વડોદરાના વિકાસ અંગે ટિપ્પણી કરતા પોસ્ટ મૂકી હતી.
- અસંખ્ય ભાજપના હોદ્દેદારો સાથે સારો ઘરોબો ધરાવનાર મયંક પટેલને રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસી કહી દીધા,
- સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સંકળાયેલા મયંક પટેલને તેઓ ઓળખતા પણ નથી તેવો ડોળ કર્યો
વડોદરાના વિકાસની વાત કરો એટલે તમે કોંગ્રેસી થઈ જાઓ,પછી ને ભલે તમે ભાજપના પ્રધાનમંત્રીની જમણે ઉભા રહીને અડધો ડઝન ભાજપના હોદ્દેદારો સાથે ફોટો પણ પડાવ્યો હોય..
વડોદરાના વિકાસ ની વાત કરવા જઈએ તો અનેક કામો હાલ પેન્ડિંગ છે.TP સ્કીમો ના અમલીકરણમાં થતાં વિલંબ મામલે વડોદરાના CREDAI ના ચેરમેન મયંક પટેલે વડોદરાના વિકાસને શોધી લાવવા માટેની એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ બાદ રાજકીય મોરચે ખડભડાત મચી ગયો હતો. આ પોસ્ટ થી બેકફૂટ પર આવેલા ભાજપના નેતાઓએ CREDAI અને તેની સાથે જોડાયેલા બિલ્ડર જૂથની સમસ્યા સાંભળવા ની તૈયારી દર્શાવી હતી. અને પોસ્ટ કર્યાના 24 કલાકમાં મેયરે CREDAI ના સભ્યો સાથે બેઠક પણ યોજી હતી.
શહેરનો વિકાસ રૂંધાયો છે આ પ્રશ્ન ને સ્વીકારવા ને બદલે તેને પડકારવાનું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પસંદ કર્યું અને વલસાડમાં હાજર મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાના વિકાસના પ્રશ્ને મયંક પટેલને “નાનો માણસ” ગણાવ્યો.
આટલેથી નહિ અટકીને આજે બજેટ સબંધિત પત્રકાર પરિષદમાં વડોદરાના વિકાસમાં કરવામાં આવેલા પ્રશ્નના CREDAI ના ચેરમેન મયંક પટેલને કોંગ્રેસ સાથે જોડાયેલો વ્યક્તિ ગણાવ્યો,
વડોદરાના વિકાસની વાત કરવી હોય તો પહેલાં નાગરિકે પોતાનું ગોત્ર નક્કી કરવું જોઈએ તેમ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદન થી સામે આવ્યું ,જો તમે વડોદરાના વિકાસનો પ્રશ્ન કરો તો તમે કોંગ્રેસી થઈ જાઓ,ભલે ને પછી તમે નરેન્દ્ર મોદી ના જમણે ઉભા રહીને ફોટો પડાવ્યો હોય, વડોદરાના અસંખ્ય ભાજપના નેતાઓ સાથે મયંક પટેલના ફોટો તેઓની ફેસબુક વોલ ની સજાવટમાં જોવા મળે છે. એટલું જ નહિ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ની નિમણુંક બાદ તેઓના સન્માન નો કાર્યક્રમ યોજાયો ત્યાં પણ મયંક પટેલ(કોંગ્રેસી) હાજર હતા.. ખૂબ નવાઈની વાત છે કે ભાજપના નેતાઓ પોતાના સગવડ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને ભાજપી અને કોંગ્રેસી ઘોષિત કરી શકે છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે