Connect with us

VADODARA CITY

વડોદરાના સહકારી અગ્રણીનું કારસ્તાન: બેહિસાબી નાણાંકીય લેવડદેવડથી પાનકાર્ડ બ્લોક થતાં નકલી દસ્તાવેજો ઉભા કર્યાની ચર્ચા

Published

on

  • બેહિસાબી ટ્રાન્ઝેક્શન થતા ઇન્કમ ટેક્ષ વિભાગની કાર્યવાહી બાદ નવા દસ્તાવેજો ઉભા કર્યાની અટકણો
  • નામ માં સામાન્ય ફેરફાર કરીને સહકારી અગ્રણીએ નવું નામ ધારણ કરી સરકાર સાથે કરી છેતરપીંડી
  • પ્રતિષ્ઠિત પાર્ટી માંથી ઉમેદવારી કરતા હોવા છતાય આવું કારસ્તાન ચર્ચાનું કેન્દ્ર, ટુંક સમયમાં પોલીસ ફિરયાદ થાય તો નવાઈ નહિ
  • બોગસ દસ્તાવેજ બનાવવાના શહેરના એક નગરસેવકના ભત્રીજાએ મદદ પૂરી પાડી હોવાની ચર્ચા

તાજેતરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે એવી જાહેરાત કરી હતી કે સહકારી માળખામાં પણ ભાજપના મેન્ડેડ થી ઉમેદવારી કરવાની રહેશે. જે બાદ પોતાની જાત મહેનતે સહકારમાં પક્ષ તરફી દબદબો ધરાવતા અગ્રણીઓ ની ઉપર પણ પ્રદેશની લટકતી તલવાર આવી ગઈ છે. એવામાં પક્ષને લાંછન લાગે તેવું એક કારસ્તાન વડોદરાના સહકારી અગ્રણીએ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.


છેલ્લા વર્ષોમાં આ સહકારી અગ્રણીએ પોતાના નામે ચાલતા બેંક એકાઉન્ટમાં અનેક બેહિસાબી ટ્રાન્ઝેક્શન કર્યા, જેબાદ ઇન્કમ ટેક્ષ વિભાગે આ સહકારી નેતાને નોટીસ ફટકારી હતી. જે નોટીસમાં નાણાકીય લેવડદેવડનો ખુલાસો કરી ભરવા પાત્ર દંડની રકમ નહિ ભરીને સરકાર સાથે છેતરપીંડીનો વિચાર સહકારી અગ્રણીને આવ્યો.


સહકારી વર્તુળમાં ચાલતી ચર્ચા પ્રમાણે આ સહકારી નેતાએ પોતાના નામમાં સામાન્ય ફેરફાર કરીને પોતાના વ્યક્તિગત દસ્તાવેજો બીજા બનાવી દીધા, આ દસ્તાવેજો સરકારી એજન્સી પાસે થી બનાવ્યા કે બનાવટી ઉભા કર્યા તે અંગે હાલ ગુપ્ત રાહે તપાસ ચાલી રહી છે.

Advertisement


કરોડોની કરચોરી બચાવવા માટે કરવામાં આવેલી કાળી કરતુતની સહકારી મોરચે ચર્ચા શરુ થઇ ગઈ છે. એક રાજકારણી ને ના શોભે તેવું ગુનાહીત્ત માનસ જયારે સામે આવ્યું છે ત્યારે વિરોધીઓ એ આ સહકારી અગ્રણીને પાડી દેવાનો તખ્તો ગોઠવી દીધો છે. અને તપાસનો રેલો છેક તાપી જીલ્લા સુધી પહોચ્યો છે. આવનારા સમયમાં આ સહકારી અગ્રણી સામે સરકારી દસ્તાવેજો ઉભા કરવા તેમજ કર ચોરી મામલે ફોજદારી ગુન્હો નોંધાય તો નવી નહિ !

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending