Connect with us

VADODARA CITY

PSI અરુણ મિશ્રા બન્યા ગુજરાત પોલીસ દળના ફિટેસ્ટ કોપ: રાજ્ય પોલીસ વડાએ કર્યું સન્માન

Published

on


વડોદરા શહેર પોલીસ દળમાં પી.એસ.આઇ.તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી શ્રી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ એટલે કે સૌ થી તંદુરસ્ત,ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે.તાજેતરમાં રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયાએ તેમને આ સિદ્ધિ માટે સન્માનિત કરવાની સાથે,કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી ફરજ સાથે વ્યાયામ ના મહાવરા દ્વારા સતત દુરસ્તી જાળવવાની ધગશ ને બિરદાવી હતી.


તેમણે આ ચુસ્તી અને સ્ફૂર્તિ કાયમ જાળવવાની કાળજી લેવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે પોલીસ દળના પ્રત્યેક ગણવેશધારી એ હંમેશા વ્યાયામ સાથે નાતો જાળવી રાખીને,તંદુરસ્તી જાળવવી જોઈએ.આ એક સંપદા છે જે બહેતર કામ કરવાની શક્તિ આપે છે.

Advertisement


શ્રી અરુણ મિશ્રા એ આ સફળતા અંગે જણાવ્યું કે ફરજની ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ તેઓ શક્ય હોય દૈનિક વ્યાયામ કરવાનું ચૂકતા નથી.તેમને મન વ્યાયામ એક પૂજા અને જીમ એક મંદિર છે.તેઓ તેના માધ્યમ થી સતત તંદુરસ્તી,ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી રાખે છે જે પોલીસ ફરજોમાં ખૂબ ઉપયોગી છે.
તેઓ દળના જવાનો અને લોકોને સોશિયલ મીડિયા ના વોટ્સેપ,ફેસબુક અને ઇન્સ્ટા ના માધ્યમોનો ઉપયોગ કરીને વીડિયો પોસ્ટ દ્વારા સતત આ બાબતમાં માર્ગદર્શન અને સંદેશ આપે છે.


તેઓ વધુમાં જણાવે છે કે શારીરિક ચુસ્તી અને તંદુરસ્તી જાળવવા થી મનની સ્થિરતા વધે છે જે કટોકટીની ઘડીઓમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.તેના ઘણાં લાભો છે.પોલીસ જવાને માત્ર દળમાં પસંદગી માટે નહિ પણ આજીવન વ્યાયામ માટે સમય ફાળવવો જ જોઈએ.તેમણે આ સન્માન માટે અને પ્રોત્સાહન માટે રાજ્યના પોલીસ વડા તેમજ પોલીસ દળનો હાર્દિક આભાર માન્યો છે

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending