VADODARA CITY
રખડતા ઢોરોને શહેર નજીકના ગામના ગોચરમાં રાખવાના નિર્ણય સામે વિરોધ
- ચિખોદરા ગામની જમીન રખડતા પશુઓ માટે ફાળવી છે
- તે જમીનનો ઉપયોગ ચિખોદરાના પશુપાલકો પણ કરતા હોય બેરોજગારીનો પ્રશ્ન ઉદ્દભવશે
તાજેતરમાં રખડતા પશુઓ માટે વડોદરા જિલ્લા કલેક્ટરે ચિખોદરા ગામ ખાતે જમીન ફાળવણીનો નિર્ણય લીધા બાદ ચિખોદરા જુથ ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે . આ જમીનનો ઉપયોગ ચિખોદરા ગામના પશુપાલકો કરતા હોય બેરોજગારીનો પ્રશ્ન ઉદ્દભવશે તેવા હેતુથી કલેકટરને રજૂઆત કરી છે.
કલેકટર કચેરી ખાતે ચિખોદરાના ગ્રામજનોએ આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી કે, ગામની ગૌચરની જમીનમાં ગામના લોકો
પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય આ પશુપાલકો તેનો ઉપયોગ ઢોર ચરાવવા માટે કરી રહ્યા છે. અને તેના આધારે તેઓનું જીવન નિર્વાહ ચાલે છે.
હાલમાં કલેકટર ધ્વારા ચિખોદરા ગામની બ્લોક સર્વેનંબર ૪૨૦ વાળી જમીન રખડતા પશુઓ માટે ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ચિખોદર ગામના પશુપાલકોની જીવાદોરીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે . અને પશુપાલકોને આર્થિક નુકશાન પણ થવાની શક્યતા છે. પરિણામે ગામમાં બેરોજગારીની સંખ્યા પણ વધે તેવી પરીસ્થીતી નિર્માણ થાય તેવા સંજોગો ઊભા થયા છે જેથી જગ્યાની ફાળવણી બાબતે અમે વિરોધ કર્યો છે
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે