VADODARA CITY
વડોદરામાં સગર્ભા મહિલા ઇન્ફ્લૂએન્ઝાનો શિકાર થતા SSG હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં આજે ઇન્ફ્લુએન્ઝાનો એક કેસ નોંધાવવા પામ્યો છે. ઇન્ફ્લૂએન્ઝાને અગાઉ સ્વાઇન ફ્લૂ તરીકે ઓળખાતો હતો. શરૂઆતમાં સ્વાઇન ફ્લૂની ઘણી દહેશત હતી. જે સમય જતા શાંત થવા પામી છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાને ઇન્ફ્લૂએન્ઝાના લક્ષણો જણાતા તેણીને દાખલ કરવામાં આવી છે.
ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસ ફફળાટ ફેલાવી રહ્યો છે. નવા નવા વેરીયન્સ સાથે કોરોના વાયરલ વિદેશોમાં દિવસેને દિવસે પ્રચંડ વેગથી લોકોને તેના શિકાર બનાવતો હોવાના અહેવાલ તાજેતરમાં સામે આવ્યા છે. તો બીજી તરફ ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં કોરોનાની વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવા માટે સરકારે કમર કસી લીધી છે. કોરોના સામે લડત ચાલી રહી છે, તેવામાં વડોદરામાં ઇન્ફ્લૂએન્ઝાનો કેસ સામે આવ્યો છે.
ઇન્ફ્લૂએન્ઝાને એક સમયે સ્વાઇન ફ્લૂ તરીકે ઓળખાતો હતો.વડોદરામાં ઇન્ફ્લૂએન્ઝાના પોઝીટીવી કેસને લઇને પાલિકાની હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહના જણાવ્યા મુજબ, વડોદરામાં પાંચ મહિનાની સગર્ભા મહિલાને ઇન્ફ્લૂએન્ઝા પોઝીટીવ આવી છે. ઇન્ફ્લૂએન્ઝા એક સમયે સ્વાઇન ફ્લૂ તરીકે ઓળખાતો હતો. પહેલા તેને લઇને લોકોમાં ફફડાટ હતો, જે સમય જતા શાંત થયો છે.
ઇન્ફ્લૂએન્ઝા એક વાયરસ છે. એક વ્યક્તિ માંથી અન્ય વ્યક્તિઓમાં ફેલાય છે. મહિલા સગર્ભા હોવાના કારણે તેણીને તકેદારાની ભાગ રૂપે એડમીટ કરવામાં આવ્યા છે., ઇન્ફ્લૂએન્ઝામાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે. જો સમયસર તેનો ઇલાજ કરવામાં ન આવે તો દર્દીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. વાયરસની કોઇ ચોક્કસ દવા ન હોવાના કારણે લોકોએ તકેદારીના પગલા લેવા જોઇએ
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે