VADODARA CITY
ખાનગી બસની અડફેટે પાલતું શ્વાનનું મોત : પોલીસ કહે છે “સમાધાન કરી લો”
- સન ફાર્મા રોડ વિનાયક હાઉસિંગ સોસાયટી નજીક વહેલી સવારે બની ઘટના
- શ્વાન સાથે જોગીંગ પર નીકળેલા નાગરિક પણ ખાનગી બસની અડફેટે આવતા રહી ગયા
- અંતરિયાળ માર્ગ પર પુરપાટ દોડતી ખાનગી ટ્રાવેલ્સના બસ ચાલક પર કાર્યવાહી કરવાને બદલે પોલીસે સમાધાનની સલાહ આપી
વડોદરા શહેરના અટલાદરા સનફાર્મા રોડ ઉપર આવેલા વિનાયક હાઉસિંગ નજીક આજે વહેલી સવારે એક પૂરપાટ દોડતી ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા સ્થાનિક રહીશના પાલતું શ્વાનને અડફેટે લઇ મોત નિપજાવ્યું હતું. અકસ્માત સર્જીને બસચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો ઘટના અંગે શ્વાન માલિક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે આવી ફરિયાદ નોંધવાને બદલે શ્વાન માલિકને ટ્રાવેલ્સના સંચાલક સાથે સમાધાન કરી લેવાની સલાહ આપી હતી જેને લઇને સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી હતી.
વડોદરા શહેરના અટલાદરા સનફાર્મા રોડ ઉપર આવેલા વિનાયક હાઉસિંગ સોસાયટી નજીક મુખ્ય માર્ગ ઉપર આજે વહેલી સવારે વિશાલ પંડિત નામના વ્યક્તિ જોગીંગ માટે પોતાના શ્વાનને લઈને રસ્તા પર જઇ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવેલી પટેલ ટ્રાવેલ્સની બસ દ્વારા પાળતુ શ્વાનને હડફેટે લીધો હતો જ્યારે બસની અડફેટે આવતા આવતા વિશાલ પંડિત પણ બચી ગયા હતા ઘટનાની ગંભીરતાને જોઈ વિશાલ પંડિતે જે.પી.રોડ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી.
પોલીસે ઘટનાની ફરિયાદ નોંધવાને બદલે ફરિયાદી વિશાલ પંડિતને પટેલ ટ્રાવેલ્સના સંચાલક સાથે સમાધાન કરી લેવાની સલાહ આપી હતી સ્થળ પર આવેલા પોલીસ જવાને જણાવ્યું હતું કે “કેસ કરશો તો ચાર-પાંચ વર્ષનો સમય નીકળી જશે તેના બદલે તમે ટ્રાવેલ્સના સંચાલક સાથે સમાધાન કરી લો” પોલીસની આ વાત સાંભળીને સ્થાનિક રહીશો અચંબિત થઈ ગયા હતા વારંવાર આ માર્ગ ઉપર ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા પૂરપાટ રીતે વાહનો હંકારવામાં આવે છે
ઘણીવાર ફરિયાદો કરી છતાય તેનો કોઈ નિકાલ આવતો નથી જ્યારે આજે એક મુંગા જાનવરનો જીવ ગયો છે ત્યારે પોલીસ દ્વારા સમાધાન કરી લેવાની સલાહ આપવામાં આવી રહી છે. શું કોઈ નાગરિક પોતાનો જીવ ગુમાવે તો પણ પોલીસ કર્મચારી સમાધાન કરી લેવાની સલાહ આપશે કે કેમ તે સવાલ ઊભો થાય છે,મૂંગા પશુઓના જીવની કિંમત કેટલી? એ વડોદરા શહેરના આ પોલીસ કર્મચારીઓના નિવેદન થી જાણી શકાય છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે