VADODARA CITY
વડોદરામાં પણ મુખ્ય રસ્તા ઉપર વેચાતા નોનવેજની લારી બંધ કરવા ફરમાન

- સ્થાયી સમિતિ અધ્યક્ષે અધિકારીઓ સાથે બેઠક કરી લીધો મહત્વનો નિર્ણય
- 10 દિવસની સમયમર્યાદામાં મુખ્ય માર્ગ પરથી નોનવેજની લારીઓ ખસેડી દેવી પડશે
- અંડરગ્રાઉન્ડ કેબલિંગના ભાડાની કરોડો રૂપિયાની વસુલાત માટે સૂચના
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્થાયી સમિતિ અધ્યક્ષએ ગઈકાલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે પછી રચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી તેના પગલે ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને 10 દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપર થી હટી જવા સુચના આપવામાં આવે તેવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
સ્થાયી સમિતિ અધ્યક્ષએ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં મટન કે મચ્છીની દુકાન ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવવાના રહેશે તેમજ તેઓ અન્ય રીતે વેચાણ કરે એવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.
સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી હતી કે વડોદરા શહેરમાં જે કાયમી ધોરણે વાહનો પાર્કિંગ થાય છે તેઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો રહેશે તદુપરાંત રસ્તા ખોદકામ કરીને જે ઓપ્ટિક ફાઈબર કેબલ નાખવામાં આવ્યા છે તેના ભાડાની કરોડો રૂપિયાની આવક ની વસુલાત કરવામાં બે વિભાગો વચ્ચે સંકલન રાખી તાત્કાલિક વસુલાત કરવામાં આવે એ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય માર્ગો ઉપર ઓમલેટ અને સાઉદી ખાણીપીણીની લારીઓનો જમાવડો જોવા મળે છે. પરિણામે વાહન ચાલકો સાથે સ્થાનિક રહીશો પણ તકલીફનો સામનો કરવો પડે છે.
VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.