VADODARA CITY
એકટીવા પર જતાં યુવાનને ગાયે અડફેટે લીધો,પોલીસે ગાય માલિકની અટકાયત કરી

- એક સપ્તાહમાં ત્રીજો બનાવ,નક્કર કાર્યવાહી ના નામે મીંડુ
- ગાયો ભગાવનાર ગાય માલિકની પોલીસે અટકાયત કરી
- ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ
વડોદરા શહેરના વાઘોડિયા રોડ આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે દોડતી આવેલી ગાયો પૈકી ગાયે એક્ટીવા ઉપર પસાર થઇ રહેલા યુવાનને અડફેટે લેતાં હાથમાં ઇજા થઇ હતી. આ ઘટના ગાય માલિકે ગાયો દોડાવતા બની હતી. પોલીસે ગાય માલિકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. નોધનિય છે કે, છેલ્લા એક સપ્તાહમાં ગાય દ્વારા કરવામા હુમલાનો ત્રીજો બનાવ છે.
મળેલી માહિતી મુજબ આજે બપોરે વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી અસ્ફાક શેખ નામનો યુવાન એક્ટીવા લઈ આયુર્વેદિક ત્રણ રસ્તાથી આજવા રોડ જઇ રહ્યો હતો. દરમિયાન, ગૌપાલકે પોતાની ચાર જેટલી ગાયોને રોડ ઉપર ભગાવી હતી. જે પૈકી એક ગાયે પસાર થઇ રહેલ એક્ટીવા લઈ પસાર થઇ રહેલા અસ્ફાકને અડફેટે લેતાં રોડ ઉપર ફંગોળાઈ ગયો હતો.જેમાં તેણે હાથમાં ઇજા પહોચતા નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવમાં એક્ટીવાને પણ નુકસાન થયું હતું.
વાહનોથી ધમધમતા માર્ગ ઉપર આ બનાવ બનતા ટોળા ઉમટી પડ્યા હતાં પરિણામે ટોળાના હાથમાં ગાયો ભગાડનાર ગૌપાલક પણ ઝડપાઇ ગયો હતો. ગૌપાલકે ઇજાગ્રસ્ત સામે પોતાની ભૂલ સ્વિકારી હતી. સાથે ખર્ચો આપવાની પણ તૈયારી બતાવી હતી. જોકે, ઇજાગ્રસ્ત અને ટોળાએ પોલીસ બોલાવી પોલીસ હવાલે કરી દીધો હતો. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી. અનેજાહેર માર્ગ ઉપર જીવ જોખમાઇ તે રીતે ગાયો દોડાવનાર પશુ પાલક સામે રોષ ઠાલવ્યો હતો. ઉપરાંત ગૌપાલ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતા દસ ફૂટ ફંગોળાઇ ગયા હતા. તે પહેલાં ગોરવા વિસ્તારમાં ઘર પાસે આધેડને ભેટી મારી હતી. શહેરમાં ઉપરાછાપરી બની રહેલા આ બનાવોથી લોકોને વાહન અકસ્માત કરતાં ગાય દ્વારા ઇજા ન પહોંચે તેની વધારે કાળજી રાખવાની ફરજ પડી છે.

VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે