VADODARA CITY
સંવેદનહીન પાલિકાના પ્રતાપે અદ્યતન નાઈટ શેલટર બિન ઉપયોગી થયા

- નાઈટ શેલટરનું લોકાર્પણ પણ થઈ ગયું ,છતાંય શ્રમજીવી અને નિરાધારો માટે ખુલ્લું મુકાયું નથી
- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ8 જેટલા સ્થળે 9 કરોડના ખર્ચે રેનબસેરા બનાવ્યા પણ કોઈ ગરીબને પેસવા પણ નથી દેવાતો
- શું પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની માનવતા મરી પરવારી?
એક તરફ સી.આર.પાટીલ ના આદેશ બાદ વડોદરા ને ભિક્ષુક મુક્ત નગરી બનાવવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ કરોડો ના ખર્ચે બનેલા રેન બસેરા ધૂળ ખાઈ રહ્યા છે.રેન બસેરા બનાવ્યા તો ખરા પણ તેને ખુલ્લા મુકવામાં આવ્યા નથી. અધિકૃત રીતે લોકાર્પણ થઈ ગયું તેમ છતાંય પાલિકા હાલ તેનો ઉપયોગ સાર્વજનિક કરતી નથી.
વડોદરા મહાનગરમાં રાખડતું જીવન વિતાવતા અને શ્રમજીવીઓ માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અદ્યતન સુવિધા સાથેના રેન બસેરા તૈયાર કરવામાં આવ્યા છે. 8 જેટલા સ્થળોએ 9 કરોડથી વધુને ખર્ચે ઉભા કરાયેલા નાઈટ શેલટર હાલની કડકડતી ઠંડીમાં પણ ખુલ્લા મુકવામાં આવ્યા નથી. નિરાધાર લોકો રસ્તાના કિનારે ફૂટપાથ પર સુઈ ને રાત વિતાવે છે ત્યારે અદ્યતન સુવિધા સાથે ઉભા કરેલા શેલટરનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.
શહેરના લાલબાગ બ્રિજ નીચે બનાવેલા શેલટરનું ઉદ્ઘાટન થયે પણ 4 મહિનાનો સમય વીતી ગયો છતાંય નિરાધાર શ્રમજીવીઓ માટે તે બિન ઉપયોગી છે. નાઈટ શેલટર પર સિક્યુરીટી ગાર્ડ મૂકી દેવામાં આવ્યો છે. પણ તેને ઉપયોગ માટે ખુલ્લું મુકવામાં આવતું નથી. નાઈટ શેલટરની બહાર જ શ્રમજીવીઓ કાચાં ઝૂંપડામાં રહે છે. પણ આવી કડકડતી ઠંડીમાં રાત વિતાવવા માટે તેઓને છત આપવાને બદલે તેઓને ત્યાંથી ખસેડવાની ફિરાકમાં પાલિકાના આધિકારીઓ છે.

લાલબાગ બ્રિજ નીચે રહેતા શ્રમજીવીઓ ને એટલા માટે ત્યાંથી ખસી જવા માટે કહેવાઇ રહ્યું છે કારણકે આ જગ્યાને પે એન્ડ પાર્ક માટે ઇજારદાર ને સોંપવાનો હિલચાલ પાલિકા દ્વારા ચાલી રહી છે. સંવેદનહીન પાલિકાના અધિકારીઓ કરોડોના ખર્ચે ગરીબ-નિરાધારના હીત માટે કરોડો તો ખર્ચે છે પણ તેઓને સુવિધાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ના આદેશ બાદ વડોદરા ના મેયર દ્વારા વડોદરા ને ભિક્ષુક મુક્ત નગરી બનાવવાની જાહેરાત કરાઈ હતી અને કામગીરી કરતા તમામ ભિક્ષુકોને વારસિયા સ્થિત એક માત્ર ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે રાખવામાં આવી રહ્યા છે.તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાગેલા તંત્રએ શહેરના 8 જેટલા સ્થળોએ 9 કરોડ થી વધુ ના ખર્ચે બનેલ રેનબસેરા ઉદ્ઘાટન બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે.4 માસ અગાઉ જ લાલબાગ બ્રિજ નીચે 1.71 કરોડના ખર્ચે બનેલ નાઈટ શેલટર ના પણ આવા જ હાલ છે.
ઉલ્લેખનિય છે કે સી.આર.પાટીલે કોઈ ભિક્ષુક કે શ્રમજીવી ફૂટપાથ પર દેખાવો ન જોઈએ તે મામલે તમામ મહાનગર ના સત્તાધીશો ને આદેશ કર્યા છે પરંતુ પેપર પર વિકાસ બતાવી એવોર્ડ મેળવતા સત્તાધીશો પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા મામલે સામાજિક કાર્યક્રમ માં વ્યસ્ત હોવાનું જણાવી હાથ ખંખેરી રહ્યા છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે