Connect with us

VADODARA CITY

શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી: વર્ચસ્વ જમાવી રાખવા IT સેલ પર હાવી થયા કોંગ્રેસના જાગીરદારો!

Published

on

  • એક કહે કોંગ્રેસ મારી જાગીર,બીજો કહે મારી પોસ્ટ કેમ શેયર નથી થતી!
  • IT સેલ માટે હોલ ભાડે અપાવવાની ત્રેવડ નથી અને ફરિયાદ કરવા પહોંચ્યા પ્રદેશમાં!
  • અંતે પ્રદેશે ફંડ આપવાની વાત કરી,પ્રદેશ સુધી શહેર કોંગ્રેસની ખેંચતાણના ધજાગરા

(મૌલિક પટેલ) વડોદરા શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોષીએ પદભાર સંભાળ્યાને એક મહિનાનો સમય થયો નથી ત્યાં તો પોતાના વર્ચસ્વ જમાવી રાખવા માટે લડતા જાગીરદારોએ આભ માથે લીધું હોવાની વાત વહેતી થઈ છે. મિટિંગ કોણે ત્યાં રાખવી એ માટે છેક પ્રદેશ સુધી ફરિયાદ લઈને વડોદરાના એક કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા. અને આ મામલે પ્રદેશે IT સેલને સર્કિટ હાઉસમાં મિટિંગ કરવા જણાવી અને ફંડ આપવાની પણ રજૂઆત કરી હતી .

જોકે જે નેતાએ મિટિંગ માટે વ્યવસ્થા કરી આપી હતી એ વ્યવસ્થા થી નારાજ નેતાએ પ્રદેશમાં રજૂઆત કરવાનો બદલે પોતાના ખિસ્સામાં હાથ નાખીને IT સેલને ફંડ પૂરું પાડવું જોઈતું હતું. આવું નહિ કરી ને હિટાચી મશીનથી પાવડા મારતા નેતાજીએ પ્રદેશમાં ફરિયાદ કરી નારાજગી દર્શાવી, નેતાજીની કાકલૂદી સાંભળીને પ્રદેશના અગ્રણીએ પોતાના ખિસ્સા માંથી ફંડ આપવાનું કહી આટલી નાની બાબતે વિવાદ ન હોય તેવું સંભળાવી દીધું.

“શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી” આ કહેવતમાં કૂતરું કોણ અને શિયાળ કોણ એ બંધ બેસતી પાઘડી જે તે લાગુ પડતા નેતાએ આખો લેખ વાંચ્યા બાદ પહેરી લેવી.. આ વાતમાં “દૂરંદેશી અને યુવા નેતા”, “જાગીરદાર નેતા” અને “બોલકણા નેતા” કહીને ત્રણેય કિરદારને સંબોધવામાં આવ્યા છે.

અહી વાત થઈ રહી છે. વડોદરા શહેર કોંગ્રેસના IT સેલ ની, IT સેલમાં કામ કરતા કાર્યકરો માટે એક બેઠકનું આયોજન કરવાનું હતું. આ બેઠકમાં 150 થી વધુ કાર્યકરો અપેક્ષિત હતા. શહેર કોંગ્રેસના એક “દૂરંદેશી અને યુવા નેતાએ” IT સેલને કહી દીધું કે શહેર કાર્યાલય નહિ મળે,આટલા બધા લોકો માટે કાર્યાલય આપવું શક્ય નથી.

Advertisement

ત્યાર બાદ IT સેલ ના આગેવાનો મિટિંગ માટે વ્યવસ્થા કરી આપવા શહેરના એક “બોલકણા નેતા” પાસે જાય છે જ્યાં નેતાજી દ્વારા તેઓને પોતાના ઘર પાસેની જ એક જગ્યા પર મિટિંગ કરવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ વ્યવસ્થા થતાં જ શહેર કાર્યાલયથી નિરાશ થઈને આવેલા કાર્યકરોનો ઉત્સાહ વધી જાય છે.

“દૂરંદેશી અને યુવા નેતા” ને એ વાતનું દુઃખ છે કે IT સેલ તેઓની સોશ્યલ મિડીયાની પોસ્ટ ને શેયર કરતું નથી. જોકે તેઓની ફરિયાદ વ્યાજબી પણ હોઈ શકે..!

આ વાતની જાણ પેલા જાગીરદાર બની બેઠેલી જોડીને થાય છે અને એ જોડી પૈકી એક વ્યક્તિ સીધો પ્રદેશમાં પહોંચીને ફરિયાદ કરીને કહે છે કે “શહેર કોંગ્રેસ પાર્ટી કોઈ એક નેતાના ઘરે થી ચાલે છે?”.

Advertisement

આ વાત સાંભળીને પ્રદેશના નેતા ચોકી ઉઠે છે. પેલા કોંગ્રસના જાગીરદાર નેતાજી આવી ફરિયાદ લઈને આવ્યા એમને પણ એક સમયે શહેર કોંગ્રેસને પોતાના ઘરેથી ચલાવી હતી.જોકે હવે પોતે કોઈ હોદ્દા પર નથી ત્યારે કોંગ્રેસ કોઈની ઘરે થી ચાલશે કે નહિ ચાલે એ નક્કી કરવા પહોંચ્યા હતા.

આ નાના બાળકો લડે તેવી ફરિયાદ સાંભળીને પ્રદેશના નેતા પણ ચોંકી ઉઠ્યા અને વિવાદને શાંત કરવા વડોદરા IT સેલને ફંડ આપવાનું કહી બીજે ક્યાંક વ્યવસ્થા કરી લેવા જણાવ્યું..શક્ય હોય તો સર્કિટ હાઉસમાં મિટિંગ કરવા કહી દીધું..

Advertisement

ફરિયાદ કરતા કોંગ્રેસના જાગીરદાર બની બેઠેલા નેતાની આવી કરતૂત IT સેલ ના કાર્યકરો માં વાયુ વેગે પ્રસરી ગઇ,અને પછી બન્યો ચર્ચાનો વિષય..

પોતાના શાસનકાળમાં પોતાના નિવાસસ્થાને સમાંતર કાર્યાલય ચલાવતા નેતાજી ની હવે IT સેલ ની મિટિંગ અન્ય કોઈ નેતાના નિવાસસ્થાન નજીક થાય એમાં વાંધો શું હોય? જે મુદ્દાઓ ને લઈને ચૂંટણીમાં ઉતર્યા હતા એ મુદ્દાઓ ભૂલીને બેઠા છે અને હવે IT સેલ ક્યાં મિટિંગ કરશે એની સુફિયાણી સલાહ આપવી છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending