Connect with us

VADODARA CITY

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કર્મચારીઓએ કાયમી કરવાની માંગ મુદ્દે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

Published

on

  • કર્મચારીઓએ મધ્યવર્તી શાળા ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણા યોજી ભીખ માંગી
  • સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટનો ચુકાદો કોર્પોરેશન ઘોળીને પી ગયું

કર્મચારીઓની તરફેણમાં શિક્ષણ સમિતિનો ઠરાવ અને અદાલતનો નિર્ણય હોવા છતાં વડોદરા કોર્પોરેશન રસ ન દાખવતા કર્મચારીઓના કાયમી થવા મુદ્દે બ્રેક વાગી છે. જેથી અગાઉ ચોથા વર્ગના કર્મચારીઓએ તંત્રને દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા હવે કર્મચારીઓએ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. આજે ચોથા વર્ગના કર્મચારીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘના નેજા હેઠળ ધરણા યોજી ભીખ માગી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વડોદરા કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ,બાલવાડી તથા કચેરીમાં ફરજ બજાવતા ચોથા વર્ગના 570 કર્મચારીઓ હતા. છેલ્લા 30 વર્ષથી તેઓએ કાયમી થવા બાબતે તંત્ર સામે બાંયો ચડાવી છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે સતત લડત ચલાવી રહ્યા છે. હાલ 380 જેટલા કર્મચારીઓ નિવૃત્ત અને કેટલાક કર્મચારીઓ અવસાન પામ્યા છે. જ્યારે 190 કર્મચારીઓ કાર્યરત છે. નિવૃત્તિ બાદ પેન્શનનો લાભ નહીં મળતા આર્થિક પરિસ્થિતિ ગંભીર બની છે.

વર્ષ 2019 દરમિયાન લેબર કોર્ટએ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટના ચુકાદા નો અમલ કરી કાયમી કરવા બાબતનો ઠરાવ કર્યો હતો. જે મંજૂરી અર્થે વડોદરા કોર્પોરેશને મોકલી આપ્યો હતો .પરંતુ સામાન્ય સભામાં આ ઠરાવ મુલતવી કરી આજદિન સુધી મંજૂરી આપવામાં આવી નથી. પરિણામે વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિ છતી થઈ છે. વર્ષ 2021ના અંતે પણ ગુજરાત હાઈકોર્ટે ઠરાવને માન્ય રાખી ઓરલ ઓર્ડર જારી કર્યો હતો.

Advertisement

જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન ,શાસન અધિકારી, કર્મચારી પ્રમુખ, મ્યુનિસિપલ કમિશનરની સંયુક્ત બેઠકમાં આ નિર્ણયનો આગ્રહ કર્યો હતો. પરંતુ તેમાં પણ કોર્પોરેશન તરફથી કોઈ હાજર રહ્યું ન હતું. અગાઉ આ માંગણીઓ સાથે કર્મચારીઓએ  તંત્રને દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કાયમી કરવામાં નહીં આવતા ગાંધી ચિંધ્યા માર્ગે તેઓએ પ્રતિક ઉપવાસ ,રેલી ,હડતાલ સહિતના કાર્યક્રમો  યોજાશે. જેમાં ચોથા વર્ગના તમામ કર્મચારીઓ  જોડાયા છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending