Connect with us

VADODARA CITY

ધારાસભ્યનો રોષ- વડોદરામાં રેલવે લાઇનના કારણે વરસાદમાં ભારે તારાજી સર્જાઇ

Published

on

સેજપુરા ગામની દીકરીને સમયસર સારવાર ન મળતા મોતને ભેટી

વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે ધારાસભા હોલમાં સાંસદ અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજવામાં આવે છે. આજે મળેલી સંકલનની બેઠકમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ રેલવે દ્વારા નાંખવામાં આવેલી રેલ લાઇન દરમિયાન પાણી જવાના તમામ સ્ત્રોત બંધ કરી દેવામાં આવ્યા હોવાથી ડભોઇ પંથકમાં ભારે તારાજી સર્જાઇ છે. જેનો તત્કાલ નિકાલ લાવવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે પણ ભારે વરસાદના કારણે પાદરા તાલુકામાં થયેલી તારાજીનો ચિતાર રજૂ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

Advertisement

રેલવે સાથે બેઠક કરી કાયમી પ્રશ્ન હલ કરો
જિલ્લા કલેક્ટર કચેરી ધારાસભા હોલમાં મળતી બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, સાંસદો દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવે છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, રેલ્વેના કારણે ડભોઇ તાલુકાના કેટલાય ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. રેલવે સાથે બેઠક કરીને રેલવે દ્વારા જે પાણી જવાના સ્ત્રોત બંધ કરી દેવામાં આવ્યા છે. તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે. રેલવે દ્વારા નાંખવામાં આવેલી રેલવે લાઇનના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેતીને પણ નૂકશાન થયું છે.

ગ્રામજનોને બે ફૂટ સુધીના કાદવમાં જવાનો વખત આવ્યો છે
કારવણ પાસે બનાવવામાં આવેલા અંડરપાસમાં પંદર ફૂટ પાણી ભરાતા લોકોની અવરજવરનો માર્ગ બંધ થતાં ગામો સંપર્ક વિહોણા થયા છે. તે જ રીતે આસગોલ અને અન્ય ગામોમાં કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરીને કારણે રસ્તાઓ ધોવાયા છે. જેથી ગ્રામજનોને બબ્બે ફૂટ કાદવમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. સાથેજ સેજપુરની દિકરી પાણી ભરાવવાને કારણે તેને ઝડપી સારવાર ન મળતાં મૃત્યુ પામી છે. તે તમામ બાબતે ચર્ચા કરી વહેલી તકે યોગ્ય નિકાલ લાવવાની રજૂઆત કરાઇ હતી. સાથે સાથે યાત્રાધામ વિકાસ બોર્ડમાં ડભોઇના તેનતલાવ, ચાણોદ ઘાટ ખાતેના ડ્રેનેજના પાણી માટે એસટીપીની વ્યવસ્થા કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

દેવ અને ઢાઢર નદીના કારણે પાદરા તાલુકાના 10 ગામોમાં ભારે તારાજી
પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા દેવ અને ઢાઢર નદીમાં વરસાદી પાણીના જળવધારાને કારણે પૂરની પરિસ્થિતિથી ખેતીને તથા લોકોને હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા વહેલીતકે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં પૂરની પરિસ્થિતિ સમયે પણ રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી યોગ્ય નિકાલ હજુ સુધી આવ્યો નથી. સાથે જ એક્સપ્રેસ વે ના કારણે દેવ અને ઢાઢર નદીના પાણી ડાયવર્ટ કરાતાં ગામોમાં પૂરના પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું છે. સંકલન બેઠકમાં અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા., અને પોતાના વિસ્તારમાં વરસાદને કારણે થયેલી તારાજી અંગે રજૂઆતો કરી હતી.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

VADODARA CITY

હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

Published

on

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

Trending