VADODARA CITY
સગીરાને બસમાં ખેંચી જઈને નરાધમોએ દુષ્કર્મ આચર્યું

વડોદરા શહેરના હરણી રોડ ઉપર ભરવાડવાસ પાસે રોડ ઉપર પાર્ક કરેલી બસમાં સગીરાને ખેંચી જઇ એક યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનતા સનસનાટી મચી ગઇ છે. એક સપ્તાહ પૂર્વે બનેલા આ બનાવ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ફરાર થઇ ગયેલા આરોપી અને તેને મદદ કરનાર બે યુવાનોને ઝડપી પાડવા માટે પોલીસની એક ટીમ તેના વતન જવા માટે રવાના કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં આરોપીઓ પકડાઇ જાય તેવી શક્યતાઓ છે. આરોપીઓ પકડાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ છે.
મળેલી માહિતી પ્રમાણે ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર રેવડીયા મહાદેવ મંદિર પાસે ખૂલ્લી જગ્યામાં ઝૂંપડા બાંધીને દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડરના ગામના ભીલ જ્ઞાતિના આદીવાસીઓ રહે છે. અને છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. એક સપ્તાહ પહેલાં ભીલ પરિવારની સગીરા લોટ લેવા માટે નીકળી હતી. તે સમયે તેની પાછળ તેની બાજુમાંજ રહેતો તેનીજ જ્ઞાતીનો નરેશ અને તેનીજ જ્ઞાતિના પરિવારના બે યુવાનો સગીરાનો પીછો કરતા પાછળ ગયા હતા.
લોટ લેવા માટે નીકળેલી સગીરા ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર પાર્ક કરેલી એક બસની પાછળ લઘુશંકાએ જતાં નરેશ અને તેનાજ સમાજના બે મિત્રો બસ પાસે પહોંચી ગયા હતા. અને લઘુશંકા કરવા ગયેલી સગીરાને બસમાં ખેંચી ગયા હતા. જેમાં નરેશે સગીરાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેના બે મિત્રોએ વોચ ગોઠવી હતી. આ બનાવ બાદ આદિવાસી પરિવાર પિડીતાને લઇ વતન જતા રહ્યા હતા. તે સાથે દુષ્કર્મ આચરનાર નરેશ અને તેના બે મિત્રો પણ વતન ચાલ્યા ગયા હતા. જ્યાં પંચમાં કોઇ નિવેડો ન આવતા પિડીતાના પિતાએ મોડી રાત્રે હરણી પોલીસ મથકમાં સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર નરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
એ.સી.પી. ભરત રાઠોડે જણાવ્યું હતું કે, શહેરમાં મજૂરી કામ કરતા દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડરના ગામના ભીલ જ્ઞાતિના આદીવાસી પરિવારના એક યુવાને તેના બે મિત્રોની મદદ લઇ તેનીજ જ્ઞાતિની સગીરાને ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર પાર્ક કરાતી લકઝરી બસો પૈકી એક બસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાઇ છે. દસ દિવસ પહેલાં બનેલા આ બનાવ અંગેની ફરિયાદ હરણી પોલીસ મથકમાં પિડીતાના પિતાએ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી કરી દીધી હતી. પરંતુ, આરોપીઓ મળી આવ્યા ન હતા.
દરમિયાન પોલીસને આરોપીઓ તેમના વતન ભાગી ગયા હોવાની પોલીસને માહિતી મળતા એક ટીમ દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર ઉપર રવાના કરવામાં આવી છે. સાંજ સુધીમાં આરોપીઓ પકડાઇ જાય તેવી શક્યતાઓને નકારી શકાય નહિં. દુષ્કર્મ આચરનાર યુવાન અને સગીરા વચ્ચે પ્રેમસબંધ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સગીરા ઉપર તેના કહેવાતા પ્રેમિ દ્વારાજ દુષ્કર્મ આચર્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે દુષ્કર્મ આચરનાર યુવાનના બે મિત્રોએ વોચ ગોઠવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
એ.સી.પી. ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓ પકડાયા બાદ આ બનાવ અંગેની ચોક્કસ વિગતો બહાર આવશે. પોલીસ દ્વારા આ બનાવ અંગેના પુરાવા એકત્ર કરવા માટેની પણ કાર્યવાહી ચાલુ છે. જે લકઝરી બસમાં દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો છે. તે બસની પણ તપાસ કરવામાં આવી રહી છે. આમ આ બનાવ સંદર્ભમાં અલગ-અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે