VADODARA CITY
ભડભડ સળગતી ચિતા પર કુદી એણે પોતાના જ દેહને મુખાગ્નિ આપ્યો…!!

ન્યુઝ ડેસ્ક – લાગણી શબ્દનો પ્રયોગ સૌથી પહેલા કોણે કર્યો હશે ? તેની ખબર નથી પણ એક લેખક તરીકે એટલી જાણકારી જરુર છે કે, જ્યારે જ્યારે આ શબ્દનો ઉપયોગ થાય ત્યારે પ્રેમ, વાત્સલ્ય, દયા અને સંવેદના જેવા ભાવ અચૂક પ્રગટ થાય.
સમાજ લાગણીશૂન્ય થઈ ગયો છે એ વાક્ય તમે વાંચ્યુ હશે. પણ વિરોધાભાસ એ છે કે, દીકરીની વિદાય, બાળકનો જન્મ અને કોઈનું મૃત્યુ…જીવનના આ ત્રણ પ્રસંગો એવા છે કે, જ્યારે દરેકની આંખના ખૂણા ભીંના થઈ જાય.
આ અવસરો એવા છે જ્યારે પ્રત્યેક વ્યક્તિના હ્દયમાં સંવેદના કે, લાગણીનો ઉમળકો અચૂક આવે. અને આવી લાગણી જોઈને એવુ થાય કે, સમાજ લાગણીશૂન્ય નહીં પણ હજી લાગણીપ્રધાન છે.
મારી વાત કરું તો આવા જ લાગણીસભર પ્રસંગોને લખવાનો મોકો મળે એટલે કોણ જાણે કેમ ? પણ મારા હાથમાં રહેલી પેન અને મેજ પર પડેલા કાગળ વચ્ચેનો સંબંધ પણ પુનઃ જાગૃત થઈ જાય છે.
મારી કમજોરી ગણો કે, પછી સ્વભાવ…પણ શબ્દોના માધ્યમથી સંવેદનાને સ્પર્શવાની તક ઝડપી લેવાનો એકપણ મોકો હું ક્યારેય ચુકતો નથી. આજે સોશિયલ મીડિયામાં એક અહેવાલ વાંચીને હું હચમચી ગયો. મને એમ થયું કે, આવા કરુણ બનાવને લખવો જોઈએ.
વાત એમ બની કે, આજે બપોરે હું ઓફિસમાં હતો ત્યારે મારા મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો. મેસેજમાં એક સમાચારની લિન્ક હતી. હેડિંગ વાંચીને મને વાંચવાનું મન થયું. મેં લિન્કને ખોલીને આખો અહેવાલ અક્ષરસઃ વાંચી લીધો.
અહેવાલ એવો હતો કે, વડોદરા નજીકના એક ગામડામાં એક માનસિક દિવ્યાંગ યુવકે આપઘાત કર્યો. આપઘાત એ સામાન્ય બાબત ક્યારેય ના ગણી શકાય પણ મૃતકે જે રીતે પોતાનુ જીવન ટૂંકાવ્યું તે પ્રકાર બિલકુલ અલગ હતો.
આત્મહત્યાનો પ્રકાર જાણીને હું હચમચી ગયો. વાત એવી હતી કે, યુવકે ગામના સ્મશાનમાં ભડભડ સળગતી ચિતા પર કુદીને પોતાની જાતને અગન જવાળાના હવાલે કરી દીધેલી. ભૂતકાળમાં સતી પ્રથા વિષે વાંચ્યું હતુ. જેમાં યુધ્ધમાં શહિદ થયેલા પતિની ચિતા પર વિરાંગનાઓ પોતાની જાતને હોમી દેતી હતી.
બિલકુલ એવી જ રીતે આ યુવકે પણ કોઈની સળગતી ચિતા પર પડીને આપઘાત કર્યો હતો. આ સમાચારમાં કેટલી સત્યતા છે એની મને જાણ નથી પણ જેટલું વાંચ્યુ એ અસહજ અને વિચલીત કરી દેનારું હતુ. હવે, આવતીકાલના અખબારોમાં વાંચીશ કે, હકીકત શુ બની હતી ? પણ મારા સ્વભાવ પ્રમાણે જો હું આ અહેવાલને મારા શબ્દોમાં ના લખત તો કદાચ મને રાત્રે બરાબર ઉંઘ પણ ના આવત.
ખેર, સમાચાર વાંચ્યા પછી મારા મનમાં ઉઠેલા ભાવને મેં અહીં પ્રગટ કર્યા છે. જો મારાથી લખવામાં કોઈ અતિશ્યોક્તિ થઈ હોય તો માફ કરજો.
અસ્તુ
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે