Connect with us

VADODARA CITY

મારો મિત્ર: સંગઠન કે શક્તિ પ્રદર્શન?

Published

on

  • કાર્યક્રમમાં કેટલાક અપેક્ષિત અને કેટલાક ઉપેક્ષિત?
  • પોતાના અસફળ કાર્યકાળ બાદ સમાજસેવા માટે સંગઠન ઉભુ કરવું એ ગળે ઊતરતું નથી!
  • તમામ હારેલી ચૂંટણીઓમાં હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારતા તત્કાલીન શહેર પ્રમુખને હવે સમાજસેવા માટે સંગઠનની જરૂર કેમ પડી?

(મૌલિક પટેલ) હમ તો ડુબેંગે સનમ, તુમકો ભી લે ડુબેંગે વડોદરા શહેર કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી વડોદરાવાસીઓમાં પોતાનું સ્થાન ટકાવી રાખવામાં નિષ્ફળ નીવડી છે દરેક ચૂંટણીઓમાં વડોદરા શહેર કોંગ્રેસના ઉમેદવારોને જાકારો મળ્યો છે.કોંગ્રેસ વડોદરા મહાનગર પાલિકામાં ડબલ ફિગરમાં પણ પોતાના ઉમેદવારો લાવી શકી નથી જેની માટે ચોક્કસ પણે નિષ્ફળ સંગઠન જવાબદાર હોય જોકે આ નિષ્ફળ સંગઠનના સુકાની પોતાના કાર્યકાળને સફળ બતાવી રહ્યા છે.

આંગળીના વેઢે ગણી શકાય તેટલા પણ આંદોલનો તત્કાલીન શહેર પ્રમુખના નેજા હેઠળ સફળ થયા નથી. એ પછી સંજય નગરના આવાસનો મુદ્દો હોય,કે પછી ગેરકાયદેસર બહુમાળી ઇમારત ઉભી કરવાનો મુદ્દો હોય,પરંતુ પોતાને સફળ ગણાવતા તત્કાલીન શહેર પ્રમુખ હવે શક્તિ પ્રદર્શન માટે જાણે મેદાને પડ્યા હોય તેમ “મારો મિત્ર” સંગઠન ઉભું કર્યું હોય તેમ લાગે છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તો બદલાયા પરંતુ નવા સંગઠનને મદદરૂપ થવાને બદલે તેની કામગીરીમાં રોડા નાખવાનું કામ ચાલતું હોય તેવી ચર્ચા ચાલી રહી છે તાજેતરમાં શહેર કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે કે  જૂના પ્રમુખ શહેર કોંગ્રેસ સંગઠનના ડેટા પણ ઉઠાવી ગયા છે. જોકે આ વાતમાં કેટલી સત્યતા છે એ તો કોંગ્રેસના કાર્યકરો અને હાલના પ્રમુખ જાણે..!

Advertisement

તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા ગત પાલિકાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું ધરી દીધું હતું. જોકે એ સમયે પ્રદેશ સંગઠન પણ નિષ્ફળ હતું અને રાજ્ય ભરમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે પોતે જવાબદારી સ્વીકારી હતી. વડોદરામાં તો “હું,બાવો અને મંગળદાસ” જેવો ઘાટ શહેર કોંગ્રેસમાં ચાલી રહ્યો હતો. ભૂત જાય તો પલિત આવે તેવી સ્થિતિ શહેર કોંગ્રેસના સંગઠનની હતી. કાર્ય કરનારા કાર્યકરો ઓછા અને હોદ્દો ભોગવનારા નેતાઓ વધારે.. આવા સમયે શહેર કોંગ્રેસ સફળ કેવી રીતે થાય?

ત્યારે ટીકા ભાઈ ના હુલામણા નામે જાણીતા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની પણ વાત તો કરવી જ પડે સંજય નગરમાં ઘરવિહોણા થયેલા ગરીબો ને પોતાનો હક્ક અપાવવામાં નિષ્ફળ, વિશ્વામિત્રી નદીના કિનારે કથિત દબાણ કરી બાંધકામ ઉભુ કર્યું હોવાના વિવાદમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં નિષ્ફળ અને આવા તો અનેક પ્રશ્નો જે આંગળીના વેઢે ગણી શકાય!

Advertisement

ફકત ટીકાભાઈ નહિ,ટીકા ભાઈ સાથે ખભે થી ખભા મિલાવીને ચાલનારા પણ પાણીમાં બેઠા.. કોઈ કઇ વિવાદિત સાઇટમાં પાછલા બારણે ભાગીદાર થયું એ કોંગ્રેસના અનેક કાર્યકરો જાણે છે! પ્રશાંત પટેલના સમયમાં કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો શહેર કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ બન્યા અને પંજાના બેનરથી ચૂંટણી પણ લડ્યા,ચૂંટણી હાર્યા બાદ જેલમાં પણ ગયા..

આવા “સફળ” કાર્યકાળ બાદ સમાજ સેવા તો બને છે.. અને સમાજ સેવા કરવી પણ જોઈએ.. જ્યારે સત્તા મળી ત્યારે કોણે કોની સેવા કરી એ જગજાહેર છે. હવે જ્યારે એક જીલ્લા પ્રભારી સિવાય કોઈ હોદ્દો રહ્યો નથી ત્યારે મિત્રો યાદ આવ્યાં છે અને એ સારી પણ બાબત છે. મારો મિત્ર સંગઠન માટે પ્રશાંત પટેલ આણી મંડળી ને શુભકામનાઓ, સમાજસેવા કરશો ત્યારે થશે.. પણ નવનિયુક્ત પ્રમુખને પણ મદદરૂપ થાઓ તેવી અપેક્ષા..

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending