Connect with us

VADODARA CITY

આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી આજથી શરૂ થઈ

Published

on

  • ઓવરફ્લો સમયે 62 દરવાજા ખોલી પાણીનો વિશ્વામિત્રીમાં નિકાલ
  • સમસ્યા ઉભી ન થાય તકેદારીના ભાગરૂપે દર બે વર્ષે 62 દરવાજાનું મેન્ટેનન્સ

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતાં સયાજીરાવ ગાયકવાડ સમયના આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. જે 35થી40 દિવસ સુધી ચાલશે તેમ જાણવા મળે છે.

 વડોદરા શહેરમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડવાનું આયોજન સયાજીરાવ ગાયકવાડ સમયમાં થયું હતું. જેમાં આજવા ખાતે અને પ્રતાપપુરા ખાતે બે સરોવર બનાવવામાં આવ્યા હતા. જેમાં પ્રતાપપુરા સરોવરનું પાણી ભરાય તે ચેનલ દ્વારા આજવા સરોવરમાં ઠલવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આજવા સરોવર બાર માઈલના ઘેરાવામાં બનાવ્યું હોવાથી અને તેની પાણીના સંગ્રહની ક્ષમતા પણ 214 ફૂટ સુધી રાખવાનું આયોજન કર્યું હતું. આજવા સરોવર ને 110 વર્ષ જેવો સમય થઈ ગયો છે.

દરમિયાનમાં તેનું માટી નો પાળો હોવાથી સાત વર્ષ પૂર્વે તેમાં લીકેજ થતાં તેનું મજબૂતીકરણનું કામ પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં  પ્રતાપપુરા સરોવરના પાડામાં ભંગાણ પડવાને કારણે હાલમાં પાણીનો જથ્થો એકત્ર કરતો નથી. આજવા સરોવર માંથી ચોમાસા દરમિયાન તળાવ છલકાય અને તે પાણી વિશ્વામિત્રીમાં છોડવા માટે 62 દરવાજા ખોલવાની પદ્ધતિ અમલમાં છે. જેને ધ્યાનમાં રાખી દરવાજામાં કોઈ તકલીફ પડે નહીં તેને ધ્યાનમાં રાખી દર બે વર્ષે 62 દરવાજાનું મેન્ટેનન્સનું કામ કરવામાં આવે છે.

Advertisement

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપ્યા વિના ડિપાર્ટમેન્ટ દ્વારા સમારકામ કરવામાં આવતું હોય છે.  આજવા સરોવરના 62 દરવાજાના આજથી શરૂ થયેલા સમારકામ અંગે એન્જિનિયર જ્યોતિષભાઈ પટેલ જણાવ્યું હતું કે , કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે આજવા સરોવરના 62 દરવાજાનું મેન્ટેનન્સ કરવામાં આવે છે અને આ કામગીરી 35 થી 40 દિવસ સુધી ચાલશે. રોજ સવારે છ વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવે છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending