VADODARA CITY
લાડકવાયા માટે લોબિંગ! : જીલ્લા સંગઠનના હોદ્દેદારો પણ સ્તબ્ધ રહી ગયા!

- કેટલાક હોદ્દેદારોને ખોટી માહિતી આપી મિટિંગમાં બોલાવ્યા
- ધારાસભ્યની ગેરહાજરીમાં એક વ્યક્તિ માટેની લોબિંગના પ્રયત્નો જોઈ ભાજપના હોદ્દેદારો પણ ચોંકી ઉઠ્યા!
- વાઘોડિયામાં ધારાસભ્યએ કરેલા કામો અંગે કેન્દ્રીય મંત્રીએ માહિતી લીધી
- એક વ્યક્તિને કેન્દ્રિત કરીને કરવામાં અસવેલી સેન્સ પ્રક્રિયાની જીલ્લા ભાજપમાં ચર્ચા
વડોદરા જીલ્લાની ચર્ચાસ્પદ રહેલી વાઘોડિયા બેઠક પર ભાજપના દાવેદારોની હારમાળા સર્જાઈ છે. કુલ 27 જેટલા દાવેદારોએ ઉમેદવારી માંગ્યા બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાને વાઘોડિયા બેઠક પર શું ચાલી રહ્યું છે તેની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે આજે વડોદરા આવ્યા હતા. અને હાઇવે પર પદમલા પાસેના એક ખાનગી ફાર્મમાં વાઘોડિયા બેઠક અંગે ચર્ચા કરવા કેટલાક અપેક્ષિતોને બોલાબીને સાંભળવામાં આવ્યા હતા.
વાઘોડિયા વિધાનસભામાં ભાજપના 7 ટર્મથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવ અને સંગઠન અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓના અભિપ્રાયો જાણવા માટે આજે ગુપ્ત રાહે બેઠક યોજાઈ હતી. આ બેઠક એટલી ગુપ્ત હતી કે અપેક્ષિતો ફાર્મ પર પહોંચ્યા ત્યાં સુધી તેઓને કોઈ વિષયની માહિતી આપવામાં આવી ન હતી. અગાઉ થયેલી કોન્સેસ પ્રક્રિયામાં વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ ગેરહાજર હતા જેથી આજે તેઓ પણ મિટિંગમાં હાજર રહ્યા હતા.
સામાન્ય રીતે વાઘોડિયા વિધાનસભાની ઝીણવટ ભરી માહિતી મેળવવી હોય તો દાવેદારો સિવાયના કાર્યકરો કે હોદ્દેદારોને સાંભળવા જોઈએ, જોકે અહીં તો જીલ્લા ભાજપ પ્રમુખથી લઈને જીલ્લા પંચાયતના સભ્યો પોતે દાવેદાર હોવા છતાંય વાઘોડિયા વિધાનસભામાં મધુ શ્રીવાસ્તવના રિપોર્ટ કાર્ડની માહિતી આપવા પહોંચ્યા હતા. જ્યાં એક લાડકવાયા દાવેદારની ખાસ લોબિંગ ચર્ચામાં છે.
સાત ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કે કેમ રિપ્લેસ કરવા જોઈએ તેવા પ્રશ્નોમાં જીલ્લા સંગઠન અને ચૂંટાયેલા નેતાઓએ પોતાના અભિપ્રાયો કેન્દ્રીય મંત્રી સમક્ષ મુક્યા હતા. જોકે અભિપ્રાયો રજૂ કરનાર મોટા ભાગના હોદ્દેદારો આ વિધાનસભા બેઠક પર નજર માંડીને બેઠા હોય ત્યારે તેઓની રજૂઆતો કેટલી સાચી અને સ્પષ્ટ હોઈ શકે એ સામાન્ય રીતે સમજી શકાય છે.
જોકે આધારભૂત માહિતીના આધારે કેન્દ્રીય મંત્રીએ ફક્ત ધારાસભ્યએ કરેલા કામો અંગે માહિતી મેળવી છે. જ્યારે એક ખાસ દાવેદારની કરવામાં આવતી લોબિંગ અંગે પણ નોંધ લીધી છે!
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે