VADODARA CITY
બીલ ગામમાં દુકાન ભાડે રાખી શરાબનું ગોડાઉન બનાવાયું,PCB એ પાડયો દરોડો

- બુટલેગરની હિંમત કેટલી?, જે પોલીસ મથક વિસ્તારમાં અગાઉ ગોડાઉન પકડતા વોન્ટેડ છે ત્યાં જ બીજું ગોડાઉન શરૂ કર્યું
- ઘેવર બિશનોઈ સહિત ત્રણ માણસોની PCB એ ધરપકડ કરી
- અન્ય પાંચ વોન્ટેડ, 34.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેર પોલીસે બીલ ગામમાં દુકાનો ભાડે રાખી શરાબનો જથ્થો સંગ્રહ કરીને સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. જે ગુન્હામાં બિશ્નોઈ ગેન્ગના ચાર આરોપીઓ ની ધરપકડ કરીને 15 લાખના શરાબના જથ્થા સહીત કુલ 34.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં વડોદરા શહેર PCB શાખાને સફળતા મળી હતી.
વડોદરા શહેરના PCB શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ મથકમાં અગાઉ અટલાદરામાં વિજીલન્સ ની રેડ માં મોટા પ્રમાણમાં વિદેશી શરાબ નો સંગ્રહ કરવાના કેસમાં વોન્ટેડ ઘેવર મારવાડીએ ફરી વાર માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલા બીલ ગામમાં પુષ્ટિ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ભાડે રાખીને શરાબનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ટીમ બનાવીને દરોડો પાડતા સ્થળ પર ગોડાઉનમાં મોટી સંખ્યામાં વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. આ શરાબનો જથ્થો સપલાય કરવા ગોડાઉન પાસેથી બે ટેમ્પો પણ મળી આવ્યા હતા.
પોલીસેને બાતમી મળી હતી કે ઘેવર બિશ્નોઈ પોતાના રહેવા માટે આજવા રોડ પંચમ બ્લોસમ ફ્લેટમાં મકાન ભાડે રાખેલ છે. સાથે પોતાના માણસોના રહેવા માટે ગોત્રી- સેવાસી રોડ પર ઓશિયા મોલની પાછળ સોસાયટીમાં માણસોના રહેવા માટે મકાન ભાડે રાખેલું છે. આ બંને સ્થળે પોલીસે દરોડો પાડતા ઘેવર બિશ્નોઈ અને તેના ત્રણ માણસોની PCB એ ધરપકડ કરી હતી.

પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની આશરે 3100 નંગ વિદેશી શરાબની બોટલો, બે ટાટા ટેમ્પો, હ્યુન્ડાઈ આઈ 20 કાર, એક એકટીવા, એક મોટર સાયકલ,11 મોબાઈલ ફોન, બે વાઈફાઈ ડોન્ગલ,10 જેટલા સીમકાર્ડ,બોગસ આધાર કાર્ડ, રોકડ 3900 અને ભાડા કરારની નકલ મળીને કુલ 34.80 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જયારે ઘેવર બિશ્નોઈ ગેંગના પુનમારામ દેવાશી, રામુ બિશ્નોઈ,રાજુરામ બિશ્નોઈ,નીલેશ ઉર્ફે નીલું સિંધી, તેમજ નરેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે