Connect with us

VADODARA CITY

ત્રીજી લહેરની દસ્તક? : વડોદરામાં અમદાવાદ કરતા બમણા એક્ટીવ કેસ

Published

on

  • વડોદરામાં છઠ પૂજાના જાહેર આયોજન રદ્દ , અન્ય શહેરોમાં ગાઈડલાઈન અનુસરાશે
  • ચિંતાનો વિષય ; સમગ્ર રાજ્યના એક્ટિવ કેસમાં વડોદરા શહેર મોખરે
  • અમદાવાદમાં 32 એક્ટિવ કેસ ; વડોદરામાં 62 એક્ટિવ કેસ

દર વર્ષે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા નદી તટ કિનારા વિસ્તારમાં તથા જળાશયો સહિતની જગ્યાએ છઠ્ઠ પુજનનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે તહેવાર-પર્વની ઉજવણી થઇ શકી ન હતી. ચાલુ વર્ષે તમામ પર્વની કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ઉજવણી થઈ હતી.

જો કે હવે વડોદરામાં છઠ્ઠ પુજનને મંજૂરી નહિ મળતા કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. કારણકે હાલના તબક્કે સમગ્ર રાજ્યમાં વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ એક્ટિવ દર્દીઓનો આંક અન્ય શહેરોની સરખામણીએ વધુ હોય તંત્ર દ્વારા નિર્ણય લાગુ કરવામાં આવ્યા છે. આમ હવે કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી હોવાના  એંધાણ વર્તાયા છે.

તહેવારો વચ્ચે ધીમી ગતિએ ચિંતાજનક કોરોનાવાયરસ પોઝિટિવ દર્દી માં વધારો થઈ રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દી સામે આવતા કુલ આંક 62 પર પહોંચ્યો છે. મહિના  અગાઉ વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નહિવત રહેતા આંકડો શૂન્ય પર પહોંચ્યો હતો અને તંત્ર સહિત નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement

ત્યારે હવે ફરી તહેવારો વચ્ચે ધીમી ગતિએ કોરોનાવાયરસ ચિંતાજનક પ્રસરી રહ્યો છે આમ અત્યાર સુધી કુલ 72189 દર્દી નોંધાઈ ચૂક્યા છે જ્યારે 623 દર્દીના મોત નિપજ્યા છે. હવે ચિંતાનો વિષય એ બન્યું છે કે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી આજના દિવસે વડોદરા શહેરના છે. 

મહેસાણા અને સુરેન્દ્રનગર ખાતે માત્ર એક એક દર્દી કોરોના પોઝીટીવ છે. જ્યારે તાપી, પોરબંદર ,પાટણ, પંચમહાલ,નર્મદા,મોરબી ,મહીસાગર, ખેડા ,ડાંગ ,દાહોદ, છોટાઉદેપુર ,બોટાદ ,ભરૂચ, બનાસકાંઠા, અરવલ્લી અને અમરેલીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો શૂન્ય છે. વડોદરામાં હાલના તબક્કે સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી નોંધાતાં કેટલાક નીતિનિયમો હવે જારી થવાની શક્યતા છે.

Advertisement

ત્યારે છઠ પૂજાના જાહેર કાર્યક્રમો વડોદરામાં રદ થતાં  કોરોનાની ત્રીજી લહેરની  દસ્તક કહી શકાય. અત્રે નોંધનીય છે કે ,વડોદરા શહેર નજીકથી પસાર થતી મહીસાગર નદીના કિનારે મોટી સંખ્યામાં ઉત્તરભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજા કરવામાં આવે છે માટે મહીસાગર કિનારા ના એક એક ભાગ ને શણગારવામાં પણ આવે છે.

 અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. વડોદરામાં મોટા ભાગના જળાશયો પાસે છઠ્ઠ પૂજા થાય છે. એમાય મહીસાગર કિનારે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. . જયારે પૂજા માટે આવતા લોકો ને તકલીફ ન પાડે તેની પણ તંત્ર સંપૂર્ણ તકેદારી રાખે છે. શહેર પોલીસ દ્વારા છઠ્ઠ પૂજા માટે મહીસાગર કિનારે  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

VADODARA CITY

હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

Published

on

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

Trending