VADODARA CITY
પોલીસ મથકથી નજીક જ ચાલતો હતો જુગરધામ, પણ સ્થાનિક પોલીસને ન મળ્યો: PCBએ દરોડો પાડ્યો

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથકથી ગણતરીના અંતરે શહેર PCB શાખાએ દરોડો પાડીને આંક ફરકનો જુગાર રમાડતા જુગરધામ પર દરોડો પાડી બે ને ઝડપી પાડયા હતા. જ્યારે જુગરધામના સંચાલક રોશનઅલીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સ્ટેશનની નજીક સ્થાનિક પોલીસને જે ન મળ્યું એ PCBએ શોધી કાઢ્યું ત્યારે કારેલીબાગ પોલીસની કામગીરી પર ફરી એક વાર સવાલો ઉભા થયા છે.
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં વ્યાપેલી ગુન્હાખોરી અંર ગેરકાયદે પ્રવૃતિઓ જગજાહેર છે. તાજેતરમાં સ્ટેટ વિજીલન્સની ટીમે ઉપરાછાપરી બે વાર દરોડો પાડીને દારૂ ઝડપી પાડ્યો હતો.તેમ છતાંય સ્થાનિક પોલીસ મથકની નિષ્ફળતા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. જ્યારે આજે ફરી એક વાર શહેર PCB શાખાએ કારેલીબાગ પોલીસ મથકેથી નજીકના અંતરમાં ચાલતા જુગારધામને ઝડપી પાડ્યું હતું.
PCB પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે,કાસમઆલા કબ્રસ્તાન પાસેના શ્રીનાથ પેટ્રોલપંપની પાછળ મારવાડી મહોલ્લામાં રહેતો રોશનઅલી સૈયદ કાચી ચિઠ્ઠીમાં આંક ફરકનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પર ચિઠ્ઠી લખનારા બે ઇસમોને ઝડપી પાડયા હતા. જ્યારે જુગરધામના સંચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વની વાત એ છે કે કારેલીબાગ પોલીસ મથકેથી શ્રીનાથ પેટ્રોલપંપનું અંતર ખૂબ નજીક છે. અહીંથી રોજ અનેક પોલીસ જવાનો અવરજવર કરે છે. ઉપરાંત જુગરધામ ચલાવતો શખ્સ અગાઉ પણ જુગારના કેસમાં પકડાયેલો હોવા છતાંય સ્થાનિક પોલીસને આ જુગરધામ કેમ ન મળ્યું એ સવાલ ઉભો થાય છે. આટ આટલી વાર કારેલીબાગ પોલીસના સ્ટાફની નિષ્ફળતા સામે આવી હોવા છતાંય જવાબદાર અધિકારીઓ તેઓને કેમ છાવરે છે? એ પ્રશ્ન ઉભો થયો છે.
VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.