VADODARA CITY
વાહન ચોર ટોળકીને ટ્રીપલ સવારી જવું ભારે પડ્યું: પોલીસે કરી ખાતીરદારી

- વાહન ચોર ટોળકીએ પોલીસ પૂછપરછ માં 5 ગુન્હા કબુલ્યા
- રાજ્યમાં અનેક સ્થળે વાહન ચોરી ના ગુન્હા આચર્યાં
- વાહન ચોરો દિવસ દરમિયાન સોસાયટી વિસ્તાર માં રેકી કરતા અને રાત્રે ચોરી ને અંજામ આપતા
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ના સ્ટાફના હાથે બગાસું ખાતા પતાશું આવી ગયું, વાહન ચેકિંગ દરમિયાન ટ્રાન્સ સવારી બાઈક સવારને રોકતા ત્રન્ય યુવકો વાહનચોર નીકળ્યા, પોલીસે ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરીને 5 જેટલિ ચોરીની મોટરસાયકલ કબજે કરી છે. રાજ્યમાં અનેક સ્થળે તેઓ અગાઉ પણ વાહનચોરીના ગુન્હા આચરી ચુક્યા છે.
વડોદરાની પાણીગેટ પોલીસનો સ્ટાફ ગુજકોપ એપ્લીકેશન દ્વારા વાહનચેકિંગ અને બાકી દંડની વસુલાત કરતી હતી. તાય્રે કલાદર્શન ચાર રસ્તા પાસેનામાંબ્ર્પ્લેત વિનાની બાઈક પર ટ્રાન્સ સવારી જતા યુવકોને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે મોટરસાયકલના નંબર પ્લેટ વિષે પૂછતાં સંતોષકારક જવાબ નહિ મળતા ત્રણેય ની અટકાયત કારી હતી.
ત્રણેય યુવકોની પૂછપરછમાં તેઓ રીઢા વાહનચોર હોવાનું ખુલ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો 20 વર્ષીય કલસીંગ ચૌહાણ બીલીમોરા,અને પારડી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુન્હામાં તેમજ પાવાગઢ પોલીસ મથકમાં પ્રોહિબીશનના ગુન્હામાં ઝડપાઈ ચુક્યો હતો.
જયારે છોટાઉદેપુરનો 21 વર્ષીય કરશન રાઠવા પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં ત્રણ અને માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં બે વાહન ચોરીમાં સંડોવાયેલો હતો. જયારે અન્ય એક યુવક સુરેશ તોમરનો કોઈ ગુન્હાહિત ભૂતકાળ નથી .
પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા પાણીગેટ પોલીસ સ્ટેશન,રાજગઠ પોલીસ સ્ટેશન, સીટી પોલીસ સ્ટેશન,ગરબાડા પોલીસ સ્ટેશન,તેમજ વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદના કુલ પાંચ ગુના ડીટેક્ટ થયા હતા. જયારે ચોરીની 5 મોટરસાયકલ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓ દિવસ દરમિયાન રહેણાંક વિસ્તારમાં બાઈકની રેકી કરતા અને ત્યારબાદ રાત્રિ ના કોઈ પણ સમયે સોસાયટી ના ઘરઆંગણે પાર્ક કરેલ બાઈકને કાતર તેમજ ચપ્પુની મદદ થી લોક તોડી ને ચોરી ને અંજામ આપતા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે