Connect with us

VADODARA CITY

શું આને કહેવાય પંચાયતી રાજ?, પંચાયતની સરકારી પડતર જમીન પર કોના ઇશારે વૃક્ષો કપાયા?

Published

on

આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે. ભારતના તત્કાલીન વડપ્રધાન ડો.મનમોહન સિંહે વર્ષ 2010 માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી શરૂ કરી હતી. જ્યારે વર્ષ 2015 માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગ રૂપે ખૂબ મહત્વની વાત કહી હતી.

“મહિલા સરપંચોના પતિઓ” અથવા “સરપંચ પતિ” સત્તા પર ચૂંટાયેલી તેમની પત્નીઓના કામ પર અયોગ્ય પ્રભાવનો ઉપયોગ કરવાની પ્રથાને બંધ કરવી જોઈએ.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (24 એપ્રિલ 2015)

જોકે આ વાત સાર્થક થતી દેખાતી નથી. મહિલા સરપંચ જ્યાં સત્તા પર છે ત્યાં હજી 7 વર્ષ બાદ પણ મહિલા સરપંચના પતિ કે પછી પરિવારનો કોઈ સભ્ય જ વહીવટ કરે છે. અને જ્યારે ચૂંટાયેલા જવાબદાર પ્રતિનિધિ સિવાય બેજવાબદાર વ્યક્તિ પંચાયતનો વહીવટ કરે ત્યારે કેવી સ્થિતિ સર્જાય તે આ કિસ્સાથી સ્પષ્ટ થાય છે.

Advertisement

વડોદરાને અડીને આવેલા વડોદરા તાલુકાના મારેઠાં જૂથ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા પદભાર સંભાળ્યા બાદ અનેક વિવાદો ઉભા થયા છે. જેમાં તાજેતરમાં મારેઠાં જૂથ ગ્રામ પંચાયત માં સમાવિષ્ઠ વિસ્તાર મૂઝારગામડીની સીમમાં આવેલી સરકારી પડતર જમીન અને નદી કિનારાની જમીન પરથી કોઈ પણ પરવાનગી વિના અસંખ્ય વૃક્ષો કાપી ગયા છે. અને આ વૃક્ષોને ખાનગી વેપારી ને વેચી દઈને લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની માહિતી સાપડી છે.

મૂઝારગામડીની સીમમાં ભેસાંસુર દાદા ના મંદિર તરફ જવાના માર્ગ પર આ વૃક્ષો કાપવામાં આવ્યા છે. લગભગ 200 નાના મોટા વૃક્ષો કાપીને વડોદરાના રફીક નામના વેપારીને સોંપી દેવામાં આવ્યા છે. અને આ લાકડાં કાપીને તેનાથી થયેલી લાખોની આવક અંગે પંચાયતના ચોપડે કોઈ એન્ટ્રી પાડવામાં આવી જ નથી.

Advertisement

આ અંગે મારેઠાં જૂથ ગ્રામ પંચાયત ના તલાટી મનોજ શાહ નો સમર્ક કરતા જાણવા મળ્યું કે આ વૃક્ષો કપાયા તે અંગે કોઈ માહિતી પંચાયત પાસે નથી. પંચાયતે કોઈ પરવાનગી માંગી નથી અને કોણે આ વૃક્ષો કાપ્યા તેની પણ માહિતી તલાટી પાસે નથી. તલાટી મનોજ શાહ પાસે સરપંચ નો મોબાઈલ નંબર માંગતા તેઓએ મોબાઈલ નંબર મોકલવા નું જણાવ્યું હતું.

થોડી જ વારમાં મહિલા સરપંચના કુટુંબી અને પૂર્વ સરપંચ વિનુભાઈ નો કોલ આવ્યો હતો. વિનુભાઈ જણાવ્યું કે લાકડાં કોણે કાપ્યા તેની માહિતી નથી. જોકે વિનુભાઈ ને કોઈએ પૂછ્યું ન હતું કે લાકડાં કોણે કાપ્યા!

અંતે લાકડાં કોણે કાપ્યા અને કોણે સગેવગે કર્યા તેનો પુરાવો મળી ગયો, ધર્માદા ના નામે કપાયેલા લાકડાં બારોબાર વેચી ગયા,પંચાયતી રાજમાં પંચાયતની સરકારી પડતર અથવા ગૌચર જમીન પરથી વૃક્ષો કાપવાના હોય તો મામતદારશ્રી ની પરવાનગી લેવાની હોય છે. અને જેમાં સામાજિક વનીકરણ વિભાગ વૃક્ષોની અપસેટ વેલ્યુ નક્કી કરે છે. જે બાદ વૃક્ષો ખાનગી વેપારીને વેચી શકાય છે. વેચાણ થયેલા વૃક્ષો ના પરિવહન માટે પણ પરવાનગી જોઈએ તેમ છતાંય અહીંયા તો ઉપરોક્ત કોઈ પણ પરવાનગી લેવામાં આવી ન હતી.

Advertisement

પંચાયતી રાજમાં મહિલા સરપંચ વતી ના વ્યવહાર કરતા તત્વો ના હાથમાં જ્યારે સત્તા ની સુકાન આવે ત્યારે આવી જ સ્થતિ સર્જાય એનું ઉદાહરણ અહી જોવા મળ્યું છે.

આ અંગે વડોદરા તાલુકા મામલદારને જાણ કરવામાં આવી છે. અને કસૂરવારો સામે કાર્યવાહી કરી પંચાયતની તિજોરીને નુકશાન પહોચાડવાનું કામ કરનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તલાટીની કામગીરી અંગે તપાસની માંગણી કરવામાં આવી છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending