VADODARA CITY
માત્ર 12 હજારની ઉઘરાણી માટે મધ્યરાત્રીએ વૃદ્ધ દંપતિને ઘરે જઇ માથાભારે શખ્સે માર માર્યો

વડોદરા શહેરમાં માથાભારે તત્વોનો આતંક વધી રહ્યો છે. સામી ચૂંટણીએ જ્યારે માથાભારે તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવાના હોય ત્યારે ગંભીર ગુન્હામાં સંડોવાયેલા તત્વો શહેરમાં આતંક મચાવી રહ્યા છે. શહેરના ખોડિયાર નગર વી.આઈ.પી રોડ પર એક પરિવારને મધ્યરાત્રીએ જગાડીને માત્ર 12 હજાર રૂપિયાની ઉઘરાણી માટે જીવલેણ હુમલો કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જ્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ પોલીસે હુમલાખોરોની ઓળખ કરી તેઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ખોડિયાર નગર વિભાગ 1 માં રહેતા મગનભાઈ નાથાભાઇ સોલંકી 10 નવેમ્બરના રાત્રે પોતાના ઘરે પત્ની અને દીકરી સાથે ઘરમાં સુઈ ગયા હતા ત્યારે રાત્રીના ત્રણેક વાગે કોઈએ દરવાજો ખખડાવ્યો હતો. દરવાજા પર મહર્ષિ બ્રહ્મભટ્ટ જે મગનભાઈના દીકરા નીરવનો મિત્ર હોવાથી તેઓએ દરવાજો ખોલ્યો હતો. નીરવ સાથે અન્ય બે ત્રણ યુવકો હતા જેઓ જોર જોર થી અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું અને રૂપિયાની ઉઘરાણી કરી મગનભાઈને જમણી આંખ અને દાઢી તેમજ પેટના ભાગે કોઈ હથિયાર વડે મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું.
પતિને માર મારતા જોઈએને મગનભાઈની પત્ની તેમને બચાવવા આગળ આવતા એક યુવકે વૃદ્ધ પત્નીને જોરથી લાફો મારીને જમીન ઓર ઢાળી દીધી હતી. જે બાદ ઘરમાં પ્રવેશીને દીકરીની સામે જ પિતાને માર માર્યો હતો. ઘટનામાં આસપાસના રહેવાસીઓ બહાર આવી જતા તેઓએ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કંડારી લીધો હતો.
હુમલાખોરો વૃદ્ધ દંપતીને માર મારી ચાલ્યા ગયા હતા જે બાદ પુત્ર નીરવ ઘરે આવતા વીડિયોમાં દેખાતા ઇસમની ઓળખ કરી હતી. આજે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હુમલાખોરો વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. મગનભાઇએ કિશનવાડીના માથાભારે શખ્સ સૂરજ ઉર્ફે ચુઈ કહાર સહિત અન્ય વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાવ્યો છે.સૂરજ ઉર્ફે ચુઈ કહાર અગાઉ વાઘોડિયા રોડ પર સામાન્ય અકસ્માતના કિસ્સામાં યુવકને મોતને ઘાટ ઉતારી ચુક્યો છે. હત્યાના કેસમાં પકડાયેલો સૂરજ જ્યારે જેલ માંથી છૂટ્યો ત્યારે તેના સમર્થકોએ રેલી કાઢી હતી. જ્યારે વિસ્તારમાં પોતાનો ખૌફ જાળવી રાખવા અવારનવાર નાગરિકોને ધમકાવવામાં તેને ફાવટ આવી ગઈ છે. આવા માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવાની જવાબદારી પોલીસની છે જોકે પોલીસ પણ આવા તત્વોને છાવરતી હોય તેમ લાગી રહ્યું છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે