Connect with us

VADODARA CITY

સવાદ ક્વાર્ટર્સમાં રખડતા શ્વાન સ્થાનિકોને કરડતાં ડરનો માહોલ

Published

on


વડોદરા મહાનગર સેવા સદન વડોદરાના લોકોને શહેરના માર્ગો ઉપર રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ આપવામાં નિષ્ફળ તો ગયું જ છે. પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શેરી કુતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ ગયું છે.
શહેરના હરણી સવાદ ક્વાર્ટરમાં છેલ્લા બે દિવસમાં પાંચ ઉપરાંત લોકોને કુતરાઓ કરડતા ભયનો માહોલ ફેલાયો છે. સવાદ ક્વાર્ટરમાં રહેતા રવિભાઈએ જણાવ્યું હતું કે સવાદ ક્વાર્ટરમાં રખડતા કુતરાઓએ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું છે. છેલ્લા બે દિવસ દરમિયાન પાચ જેટલા નાના મોટા લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડી છે. આજે સવારે પણ કૂતરાઓએ હુમલો કરી બે વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી.


રવિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે કુતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે અમે કોર્પોરેશનના સંબંધિત વિભાગને અવારનવાર ફોન કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. સવાદ ક્વાર્ટરમાં રહેતાં બાળકોને ઘરની બહાર રમવું પણ મુશ્કેલ બની ગયું છે. સવાદ ક્વાર્ટરમાં કોઈને હાથે તો કોઇને પગ ઉપર કૂતરા કરડ્યા છે. સવાદ ક્વાર્ટરમાં ત્રાસરૂપ બનેલા કૂતરાઓથી કોર્પોરેશન મુક્તિ અપાવે તેવી અમારી માંગ છે.

Advertisement

સ્થાનિક સોનલબેને જણાવ્યું હતું કે, અમારા હરણી સવાદ ક્વાર્ટરમાં છેલ્લા બે દિવસમાં પાચ જેટલા લોકો ઉપર હુમલો કરી ઇજા કરી છે. અમારા બાળકોને ઘરની બહાર રમવા મોકલી શકતા નથી. કોર્પોરેશનના સંબંધિત વિભાગમાં અનેક વખત રજૂઆત કરવા છતાં, કૂતરા પકડી જવામાં આવ્યા નથી. હજુ કોર્પોરેશન વધુ લોકોને કૂતરા કરડે તેની રાહ જોઇ રહ્યું છે. તેવો સવાલ કરી, સવાદ ક્વાર્ટસમાથી કૂતરા પકડી જવા માંગ કરી છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending