Connect with us

VADODARA CITY

સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ પર હુમલો કરનાર બુટલેગર સહિત સાગરીતો ઝડપાયા, હિસાબોની ડાયરી હાથ લાગી

Published

on

  • સમા પોલીસ મથક વિસ્તારમાં દરોડા પાડવા સ્ટેટ મોનીટરીંગ સેલ નો સ્ટાફ પહોચ્યો હતો.
  • ગત સાંજે PSI સહિતના સ્ટાફ પર બુટલેગર ના સાગરીતોએ હુમલો કર્યો હતો.
  • સમા પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના માં હરણી પોલીસે ગુન્હો ડિટેક્ટ કરતા તર્ક વિતર્ક

વડોદરા શહેરના સમા વિસ્તારમાં બુટલેગરને ત્યાં દરોડો પાડવા આવેલા સ્ટેટ વિજિલન્સ ના સ્ટાફ પર પથ્થરમારો અને હુમલો કરનાર છ આરોપીઓને હરણી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસે મુખ્ય બુટલેગર દિલીપ ડામોર પાસેથી એક ડાયરી કબજે કરી છે.જે ડાયરીમાં શરાબની ખરીદી અને વેચાણનો હિસાબ લખેલો હોવાનું પોલીસે જણાવ્યું છે.જ્યારે આવનાર સમયમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

વડોદરા શહેરના સમા પોલીસ મથક વિસ્તારમાં સમા તળાવ પાસે આવેલી નવીનગરીમાં દિલીપ ડામોર વિદેશી શરાબનું વેચાણ કરતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગની ટીમને મળી હતી.જે બાતમીના આધારે SMC ના પી.એસ.આઇ રાઠવા સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર દરોડો પાડવા માટે ગયા હતા.

દરોડા દરમિયાન બુટલેગરના સાગરિત ઓ દ્વારા પોલીસ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે પકડેલ શરાબનો જથ્થો બુટલેગરના સાગરીતો છીનવીને નાસી છૂટયા હતા અને પોલીસની કાર પર પથ્થરમારો કરી પોલીસ કર્મીઓને ઇજા પહોંચાડી હતી.

Advertisement

સમગ્ર ઘટના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમા પોલીસ મથકે બુટલેગર તેમજ હુમલાખોર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં હરણી પોલીસ મથક દ્વારા હુમલો કરનાર બુટલેગરના સાગરિતો સહિત મૂળ બુટલેગર દિલીપ ડામોરની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપી દિલીપ ડામોર પાસેથી મોબાઈલ ફોન સહિત હિસાબો લખેલી ડાયરી પણ કબજે કરી છે હા ડાયરીમાં શરાબ ખરીદી અને વેચાણ ના હિસાબો લખેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.જ્યારે આવનાર સમયમાં વિદેશી શરાબ ના સપ્લાયનું નેટવર્ક બહાર આવે તો નવાઈ નહીં.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending