VADODARA CITY
CNG ના વધતા ભાવને લઈને રીક્ષા યુનિયન આંદોલનની તૈયારીમાં
- સીએનજી ભાવવધારા સામે રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન
- મોંઘવારીમાં ભાડું વધારી પ્રજા ઉપર બોજ નાખવા માંગતા નથી :રિક્ષાચાલકો
- તાત્કાલિક ભાવવધારો પાછો ખેંચે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
પેટ્રોલ ડીઝલ ગેસ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કૂદકે ને ભૂસકે ભાવ વધારાના કારણે મધ્યમવર્ગની કમર ભાંગી તૂટી છે .મોંઘવારીના સમયમાં એક તરફ પેટ્રોલ અને ડીઝલ ભડકે બળી રહ્યું છે. તો બીજી તરફ સીએનજી ગેસમાં પણ સતત ભાવ વધારો ઝીંકાતા રિક્ષાચાલકોમાં નારાજગી જોવા મળી છે.
આજે રીક્ષા યુનિયનો દ્વારા સીએનજી ભાવવધારા સામે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને તાત્કાલિક ભાવવધારો પાછો ખેંચે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અત્રે નોંધનીય છે કે રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે મોંઘવારીના સમયમાં ભાડું વધારી અમે પ્રજા ઉપર વધારાનો બોજ નાખવા માંગતા નથી
રીક્ષા યુનિયનને રજૂઆત કરી હતી કે, તાજેતરમાં અદાણી ગેસ દ્વારા 4 વખત ગેસનો ભાવ વધારો કરવામાં આવ્યો છે . જેનો વડોદરા ઓટોરીક્ષા પ્રગતિ યુનિયન ( આઈટુક ) અને વડોદરા શહેર જિલ્લાના આગેવાનો અને શહેરના રીક્ષાચાલકો સખત વિરોધ દર્શાવે છે . છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીની અંદર શ્રમજીવી રીક્ષા ચાલકોએ પોતાની રોજીરોટી ગુમાવી છે અને અત્યારે માંડમાંડ રીક્ષા ચાલકોની રોજીરોટી શરૂ થઇ છે .
તેમાં સરકારના દબાણથી ગરીબ અને માધ્યમ વર્ગના રીક્ષા ચાલકો ઉપર પડતા પર પાટુ સમાન જે સી.એન.જી. ગેસનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે મોંઘવારી સામે પોષાય તેમ નથી . સરકાર ગરીબોની નહિ પણ માલેતુજારોની છે . મન ફાવે તેમ ભાવ વધારો કરવા માટે ગેસ કંપનીઓને છૂટ આપી છે .
હાલ શ્રમજીવી રીક્ષા ચાલકો ખૂબ પરેશાન થઈ ગયા છે . અને પોતાની રોજીરોટી ગુમાવી રહ્યા છે .અમે રીક્ષા ભાડામાં વધારો કરી પ્રજા પર ભાડા વધારાનો બોજ નાખવા માંગતા નથી . જેથી અમારી માંગ છે કે સી.એન.જી. ગેસનો ભાવ વધારો તાત્કાલિક પણે પાછો ખેંચવામાં આવે.નહિ આવે તો આગામી દિવસોમાં ગુજરાત ફેડરેશનના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે .
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે