Connect with us

VADODARA CITY

શહેર નજીક આવેલા 7 ગામોમાં એક સપ્તાહથી વીજળી ગુલ,ગ્રામજનોમાં ભારે રોષ

Published

on

વડોદરા નજીક આવેલ સાકારદા,નંદેસરી,ફાજલપુર, દામાંપુરા,રાયકા દોડાકા ગામોમાં છેલ્લા સાત દિવસથી મધ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજપુરવઠો કાપી નાખવામાં આવતા ગ્રામજનોએ નંદેસરી સ્થિત આવેલ મધ્યગુજરાત વિજકંપનીની કચેરીએ પહોંચી ઓહાપોહ મચાવ્યો હતો.

હાલ હજુ ચોમાસાની સિઝનની શરૂઆત જ થઈ છે તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની પોલ ખૂલીજવા પામી છે.મધ્યગુજરાત વીજ કંપની દ્વારા કેટલાય ગામોમાં વીજપુરવઠો પૂરો નહીં પાડી કાપ મુકવા માં આવ્યો છે.

Advertisement

તેવામાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મધ્યગુજરાત વીજ કંપનીના મનસ્વી વર્તન સામે આજરોજ સાકારદા,નંદેસરી,ફાજલપુર,દામાંપુરા,રઢિયાપુરા,રાયકા દોડાકાના ગ્રામજનોએ નંદેસરી સ્થિત આવેલ મધ્યગુજરાત વીજ કંપનીની કચેરી એ પહોંચી હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂરો પાડવા અનુરોધ કર્યો હતો.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

VADODARA CITY

હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

Published

on

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

Trending