VADODARA CITY
ટ્રાફિક નિયમોનું પાલન કરશો તો મળશે 1 લિ. પેટ્રોલ મફત
- ટ્રાફિક ચેમ્પ કેમ્પેઈન ની આજથી ગૃહ મંત્રીએ શરૂઆત કરાવી
- ટ્રાફિક નિયમોનું પાલન કરનાર ને પ્રમાણપત્ર,રેસ્ટોરન્ટની ડિસ્કાઉન્ટ કૂપન અને એક લીટર પેટ્રોલ મફત આપશે
- હકારાત્મકતા થી લોકોને ટ્રાફિકના કાયદા અંગે સજાગ કરવાના પ્રયત્નો
ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહનચાલકો માટે આજે ગૃહ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. જ્યાં રેસ્ટોરન્ટની ડિસ્કાઉન્ટ કુપન થી લઈને મફત પેટ્રોલ આપીને ટ્રાફિક કાયદાનું પાલન કરનારને પ્રોત્સાહિત કરાશે એટલું નહીં તેઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવશે.
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને વડોદરા શહેરના નાગરિકોને સંદેશો આપવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિક નિયમન નું પાલન કરવા માટે નાગરિકો પ્રોત્સાહિત થાય તે માટે ટ્રાફિક ચેમ્પ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે.
આ અભિયાનનું હકારાત્મક સ્વરૂપ એવું છે કે જે લોકો વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તેઓને પોલીસ દ્વારા નિર્મિત કમિટી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે. સાથે સાથે રોજિંદા 50 જેટલા વાહનચાલકોને એક લીટર મફત પેટ્રોલની કુપન તેમજ રેસ્ટોરન્ટની ડિસ્કાઉન્ટ કૂપનો પણ આપવામાં આવશે.
આ યોજનાથી વાતાવરણને પ્રદુષિત થતું અટકાવી શકાશે સાથે સાથે એક વર્ષમાં 12 કરોડ કલાકનો સમય પણ બચાવી શકાશે તેવો દાવો વડોદરા શહેર પોલીસ કમિશનરે કર્યો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે