VADODARA CITY
ભાજપને ફાડ પડી!,ટીકીટ વાંચ્છુ નેતાઓ કોંગ્રેસમાં જાય તો ભાજપની ગણતરી ખોરવાઇ જાય..!!

- જો ભાજપ ટીકીટ ન આપે તો અપક્ષ લડવાનું વિચારનારા નેતાઓ મતોના ધ્રુવીકરણને અટકાવી કોંગ્રેસનો હાથ પકડશે!
- કોઈ એક વ્યક્તિ પ્રત્યે પક્ષનો એકતરફી ઝુકાવ જીલ્લાની બેઠકો ગુમાવવાનું જોખમ વધારશે
- વડોદરા જીલ્લાની ચાર બેઠકો પર ત્રીપાંખિયા જંગના એંધાણ વચ્ચે ઉમેદવારો માટે નવો માર્ગ ખુલ્યો
(મૌલિક પટેલ) હજી તો વિધાનસભાની ચૂંટણી જાહેર નથી થઇ ત્યાં તો વડોદરા જીલ્લામાં ચૂંટણીને લઈને દાવેદારો અને સંભવિત ઉમેદવારો સહિત ચાલુ ધારાસભ્યો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. જ્યાં આજે સાવલી બેઠક પર કેતન ઇનામદાર સામે ચૂંટણી લડવા ભાજપ પાસેથી ઉમેદવારી માંગતા કુલદીપસિંહ રાઉલજીએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી આરપારની લડાઈની તૈયારી કરી લીધી છે. આ અગાઉ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈમાં અપક્ષ ઉમેદવારી કરે તો કુલદીપસિંહની જીતની શક્યતા ત્રીજા ક્રમાંકે હતી. જે હવે કોંગ્રેસમાં શામેલ થવાની સાથે જ જીવની શક્યતા બીજા ક્રમાંકે આવી ગઈ છે. જ્યારે કેતન ઇનામદારનો એક લાખ થી વધુ મત થી જીત મેળવવાનું સપનું પણ સપનું જ રહી જશે તેમ લાગી રહ્યું છે.
સાવલીમાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં ત્રણ દિગ્ગજો વચ્ચે પડેલા ભાગલાનો ફાયદો કેતન ઇનામદારને મળ્યો હતો. જ્યાં કેતન ઇનામદારને 97,646 વોટ મળ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સાગર બ્રહ્મભટ્ટને 56013 વોટ મળ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ NCPના ચિન્હ સાથે ચૂંટણી લડીને ત્રીજા ક્રમાંકે 4060 મત મેળવ્યા હતા. લગભગ 77 ટકા વોટિંગમાં કેતન ઇનામદારને 41000 મતોની લીડ મળી હતી.
વર્ષ 2017 અને વર્ષ 2022ની ચૂંટણીમાં તમામ સમીકરણો બદલાયા છે. આ વર્ષે ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ સાથે જોડાયેલા અને ભાજપના ધારાસભ્યથી નારાજ જૂથ વચ્ચે સીધી લડાઈ છે. જ્યારે 68 ટકા ક્ષત્રિય મત ધરાવતા તાલુકામાં ક્ષત્રિય ઉમેદવારની માંગણી વચ્ચે કુલદીપસિંહ રાઉલજીનું કોંગ્રેસમાં જોડાવવુ એ અનેક શક્યતાઓને જન્મ આપે છે.
આ તો થઈ ફકત સાવલીની વાત,પણ સાવલી જેવી સ્થિતિ જિલ્લાની અન્ય ત્રણ બેઠક વાઘોડિયા,પાદરા અને કરજણમાં સર્જાઈ છે. જ્યાં ભાજપ vs ભાજપના ચિત્રો અત્યારથી જોવા મળી રહ્યા છે. પાદરાને બાકાત કરીએ તો કરજણ અને વાઘોડિયામાં કોંગ્રેસને ઉમેદવાર મળવો પણ અઘરો છે. ત્યારે ભાજપની આંતરિક લડાઇમાં કોંગ્રેસને તેનો સીધો ફાયદો મળે તેમ છે.
જો ભાજપના મતબેંકમાં ભાગલા પડે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસ કે અન્ય પક્ષને થઇ શકે છે. મતોના ધ્રુવીકરણની ભાજપની નીતિ ભાજપ પર જ ભારે પડી શકે છે. કેટલી વિધાનસભામાં ભાજપના ચાલુ ધારાસભ્યો સી.આર પાટીલની પેજ કમિટીની ફોર્મ્યુલામાં પોતાના ગામમાં પણ કમિટી બનાવવામાં અસફળ થયા છે ત્યારે ભાજપના હોદ્દેદારો અને પ્રદેશના નેતાઓ માટે વડોદરા જીલ્લાની અન્ય ત્રણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારની પસંદગી અઘરી થઈ પડે છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે