Connect with us

VADODARA CITY

પોલીસ ભવનમાં પગ મૂક્યો તો મારી નાખીશ: શાહ બંધુઓ, ઘટનાના 8 દિવસ બાદ પણ FIR નહિ?

Published

on

  • પોલીસ વિભાગના ટેન્ડરની અદાવતમાં ઇજારદારને જાહેરમાં ધમકી મળી
  • “કર પોલીસને ફોન!,જેને બોલાવવા હોય એને બોલાઈ લે”: સાગર શાહ
  • તું મારું કામ કેમ લઈ ગયો? હું 10 વર્ષથી કામ કરું છું..: સાગર શાહ
  • અમે તો ગુંડા છે,મારા પર 12 કેસ ચાલે છે,13 મો કેસ થશે તોય અમને કોઈ ચિંતા નથી: મોહિત શાહ

વડોદરા શહેર – જીલ્લા તેમજ અન્ય જીલ્લામાં પોલીસ વિભાગના વિવિધ કામો માટે ઈજારો ભરતા ઇજારદાર ને શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં તેના જ પ્રતિસ્પર્ધી એ જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજારદારે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ફરિયાદ આપ્યાના 8 દિવસ પૂરા થયા છતાંય કસૂરવારો સામે ગુન્હો નોંધવામાં આવ્યો નથી. જ્યારે સ્થાનિક પોલીસની નીતિ પર પણ સવાલો ઊભા થયા છે.

પોલીસ વિભાગમાં સાઈનબોર્ડ,બેનર્સ અને ટ્રાફિક બ્રિગેડ ના યુનિફોર્મ સહિત વિવિધ કમગીરી માટે ટેન્ડર ભરતા જયેશ વાઘેલા એ ગત 18 એપ્રિલે રાવપુરા પોલીસ મથક, જોઇન્ટ પોલીસ કમિશનર, પોલીસ કમિશનર તેમજ ગૃહ મંત્રી સુધી પત્ર લખીને ફરિયાદ આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક અવરનેસ ટ્રસ્ટ ચલાવતા મોહિત શાહ અને તેમના ભાઈ સાગર શાહે પોલીસ વિભાગમાં મળતા કામોના ટેન્ડર ની હરીફાઈમાં અદાવત રાખીને ગત 18 એપ્રિલે મને મળ્યા હતાં. દાંડિયા બજાર સ્થિત મધુ કોપી સેન્ટરમાં કોઈ કામ અર્થે હું ગયો હતો ત્યારે પાછળથી આવેલા સાગર શાહે મને અભદ્ર ભાષામાં ગાળો આપી હતી. પોલીસ વિભાગના ટેન્ડર ભરતો હોવાની અદાવતે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યાર બાદ સાગર શાહનો ભાઈ મોહિત શાહ પણ કેટલાક લોકોને લઈને સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને માર મારવા અને ધક્કે ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને ગાયબ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી.

આ અંગે ફરિયાદી જયેશ વાઘેલા એ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જોકે પોલીસ મોડી પહોંચતા ધમકી આપનાર શાહ બંધુઓ સ્થળ છોડી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના મધુ કોપી સેન્ટર ના CCTV માં કેદ થઈ હતી. જ્યારે કેટલાક સ્થાનિકોએ પણ વિડિયો ઉતાર્યા હતા.

Advertisement

આટ આટલા પુરાવા સહિત રાવપુરા પોલીસ મથકે,જોઇન્ટ પોલીસ કમિશનર તેમજ પોલીસ કમિશનર ને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાંય ઘટનાના 8 દિવસ બાદ પોલીસે ગુન્હો નોંધ્યો નથી.

મોહિત શાહ અને સાગર શાહ દ્વારા સડક સુરક્ષા સમિતિ નામે ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. પોલીસ અધિકારીઓ અને નેતાઓ સાથે સારા સંબંધો છે જેથી મારું કશું બગાડી નહિ લે તેવી જાહેરમાં ધમકી ઉચ્ચારી હતી. જ્યારે ફરિયાદી પોતે રાજ્યના અનેક જીલ્લાઓના પોલીસ વિભાગમાં ટેન્ડર દ્વારા કામ કર્યો હોવા છતાંય વડોદરા પોલીસ તેની ફરિયાદ નોંધવામાં ધરમ ના ધક્કા ખવડાવી રહી છે. પોલીસ વિભાગના કોન્ટ્રાકટ ને જાનથી મારી નાખવાની ધમકીના સ્થાનિક પોલીસની આટલી મોટી નિષ્કાળજી સામે આવતા ગૃહમંત્રીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending