VADODARA CITY
વડોદરાના યાકુતપુરા પટેલ ફળિયામાં વહેલી સવારે મકાન પડ્યું, નિંદ્રાધિન વૃઘ્ઘ દંપતિ સહિત ત્રણને ઇજા
ફાયર બ્રિગેડ દ્વારા મકાનમાં ફેસાયેલા વૃધ્ધ દંપતિ સહિત ચારને બચાવ્યા
વડોદરાના યાકુતપુરા પટેલ ફળિયામાં વહેલી સવારે જર્જરીત બે મજલી મકાનનો પ્રથમ માળનો ભાગ ધરાશયી થયો હતો. ધડાકા સાથે મકાનનો પ્રથમ માળ ધરાશયી થતાં, નિંદ્રાધિન વૃદ્ધ દંપતિ સહિત ચાર વ્યક્તિઓ ફસાઇ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા. અને મકાનમાં ફસાઇ ગયેલા ચાર વ્યક્તિઓને સહિસલામત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ચાર પૈકી ત્રણને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળેલી માહિતી પ્રમાણે યાકુતપુરા પટેલ ફળિયામાં જર્જરીત બે મજલી મકાન આવેલું છે. મકાનના પ્રથમ માળે મુસ્તાકભાઇ રંગરેજ (ઉં.75), સુબરાબીબી મુસ્તાકભાઇ રંગરેજ (ઉં.70), અનાસ ઇમરાનભાઇ રંગરેજ (ઉં.19) અને ઇશુભાઇ રંગરેજ રહે છે. વહેલી પરિવાર નિંદ્રાધિન હતું. દરમિયાન સવારે 5 વાગ્યાના સુમારે તેમનું મકાન ધરાશયી થઇ ગયું હતું. મકાન ધરાશયી થવાનો અવાજ આવતા નિંદ્રાધિન રંગરેજ પરિવાર પથારીમાંથી ઉભા થઇ ગયા હતા. બીજી બાજુ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતું પરિવાર તેમજ પટેલ ફળિયાના લોકો પણ જોરદાર અવાજ સાંભળી પથારીમાંથી ઉભા થઇ ગયા હતા.
વહેલી સવારે પાંચ વાગે મકાન ધરાશયી થતાં, લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ પ્રથમ માળે ફસાયેલા રંગરેજ પરિવારને બહાર કાઢવા માટે પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, શક્ય બન્યું ન હતું. દરમિયાન આ બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા. અને મકાનમાં ફસાયેલા વૃધ્ધ દંપતિ મુસ્તાકભાઇ રંગરેજ તેમની પત્ની સુબરાબીબી સહિત ચારને સહીસલામ બહાર કાઢ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા વૃધ્ધ દંપતિ સહિત ત્રણને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
ફાયર બ્રિગેડના લાશ્કરોના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે બનેલી આ ઘટનામાં મુસ્તાકભાઇને માથામાં, મુસ્તાકબીબીને હાથમાં અને અન્ય એકને પગમાં ઇજા પહોંચી હતી. વહેલી સવારે બનેલા આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જર્જરીત મકાનો છે. અનેક મકાનોને મકાનો ઇતારી લેવા માટે પણ અવાર-નવાર સુચનાઓ આપવામાં આવી છે. પરંતુ, મકાન માલિકો દ્વારા ગંભીરતા લેવામાં આવતી નથી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે