VADODARA CITY
દેવ દિવાળીએ ભગવાન નરસિંહજી નો વરઘોડો તુલસી વિવાહ માટે પ્રસ્થાન થયો (જુઓ VIDEO)
- નરસિંહજીની પોળમાં ભગવાનના વરઘોડાને વધાવી લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા
- ભક્તોમાં અનેરો ઉત્સાહ, ભજનમંડળીઓ,મહિલા મંડળો સહીત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા
આજે સાંજે તુલસીજીને પરણવા ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળ્યો હતો.. તુલસી વિવાહ દરમિયાન સમગ્ર માર્ગ ઉપર મેળાના દ્રશ્યો સર્જાતાં હોય છે જોકે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે મોટાભાગના આયોજનો રદ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ વરઘોડો સાદગીપૂર્ણ રીતે વાહનમાં નીકળ્યો હતો. નરસિંહજીની પોળમાં ભગવાનના વરઘોડાને વધાવી લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં શહેરના મહાનુભાવો એ ભગવાનની આરતી બાદ વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
વડોદરાની પ્રાચિન ધાર્મિક પરંપરા પૈકીની એક દેવ દિવાળી નિમિતે યોજાતા ભગવાન નરસિંહજીનો વરઘોડો આજે યોજાયો હતો. માંડવી નરસિંહજીની પોળમાં આવેલ ભગવાન નરસિંહજીના મંદિરથી ધામધૂમથી જય રણછોડ, માખણ ચોરના નારાઓ સાથે વરઘોડાનું પ્રસ્થાન થયું હતું.ભગવાન નરસિંહજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇને તુલસીવાડી ખાતે તુલસીજીને પરણવા નીકળ્યા ત્યારે આ વરઘોડામાં ભજન મંડળીઓ, નૃત્ય મંડળીઓ, મહિલા મંડળો, યુવા મંડળો, બેન્ડવાજા, ઢોલ, ત્રાસા, શરણાઇ વાદકો, શારીરિક કરતબો કરતા અખાડાના યુવકો, વેષભૂષા ધારી બાળકો સહિત ભક્તજનો જોડાતા હોય છે.જયારે આ વર્ષે માર્યાદિત સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભગવાન નરસિંહજીનો વરઘોડો શણગારેલા વાહનમાં નીકળ્યો હતો.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે