VADODARA CITY
“પાડા ના ભોગે પખાલીને ડામ”: ગામનું નામ સાંભળી અકળાયેલા PSIએ નિર્દોષ યુવકને ફટકારતા પગ તૂટ્યો!
ગત રવિવારે પોર નજીકના અણખી ગામેં પોલીસે શરાબની કરેલી રેડ અને રેડ બાદ પોલીસ સ્ટેશને ધસી આવેલ ટોળાને વિખરી નાખવા કરવામાં આવેલા લાઠી ચાર્જમાં ટોળાને જોઈ ઉભો થઇ ગયેલ ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ સંસ્થાના કાર્યકરને વરણામા પોલીસ ના પીએસઆઇ અને બીટ જમાદાર લાઠી વડે માર મારતા કાર્યકર લોહીલુહાણ બન્યો હતો જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જે અંગેની ફરિયાદ સંસ્થાના પ્રમુખ વડોદરા જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે.
વરણામા પોલીસ મથકના આશીર્વાદથી પોર પોલીસ ચોકીથી ગણતરીના અંતરે આવેલ અણખી ગામે વર્ષોથી નિયમિત પણે વિદેશી શરાબનો અડ્ડો ધમધમે છે જેને લઇ બુટલેગર બેફામ બન્યા છે જયા ગત રવિવારે વરણામા પોલીસે શરાબની રેડ કરી હતી અને રણજીત નામના બુટલેગરને ઝડપી પાડયો હતો જેને લઇ ગામમાં પોલીસ અને બુટલેગર વરચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

જ્યાંથી પોલીસ બુટલેગરને લઈ પોલીસ મથકે પહોંચી હતી ત્યારે પોલીસ સ્ટેશન પર ટોળું ધસી આવ્યું હતું. તેજ સમય વરણામાની નવીનગરી માં કામ અર્થે આવેલ ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ સંસ્થાના કાર્યકર રજનીકાંત પરમાર પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશને ટોળાને જોઈએ ઉભા થઇ ગયા હતા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી લાઠી વરસાવતા નીકળેલ વરણામાં પીએસઆઇ ગોહિલે અને બીટ જમાદાર ભુપેન્દ્રએ રજનીકાંતને તેનું નામ અને સરનામુ પૂછતા અણખીનો રહેવાસી હોવાથી દંડા વરસાવવાનું શરૂ કરી દીધું હતું.પોલીસ ના મારથી બચીને ભાગવા જતા સમયે રજનીકાંત નીચે ફસડાઈ પડ્યો હતો જ્યાં તેને ઘૂંટણમાં અને હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી.
રજનીકાંત વણકર કોઈ બુટલેગર નથી તેના પર અગાઉ કોઈ પોલીસ કેસ નોંધાયો નથી. તે પોર GIDCમાં વેલ્ડર તરીકે નોકરી કરે છે. અને સામાજીક કર્યો સાથે જોડાયેલો છે. પોલીસના માર થી રજનીકાંતને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને પોરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં હાલત ગંભીર હોવાને કારણે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે પોલીસે માર માર્યો હોવાની વિગત સયાજી હોસ્પિટલમાં જણાવતા બે કલાક સુધી સારવાર વિના જ સ્ટ્રેચર પર મૂકી રાખતા અંતે રજનીકાંતને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી.
જે અંગે આજે ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘના પ્રમુખ નટુભાઈ પરમારે જીલ્લા પોલીસ વડા, આદિજાતિ કલ્યાણ અને તકેદારી વિભાગ વડોદરા તેમજ અનુસૂચિત જાતિ આયોગની કચેરી અમદાવાદ ખાતે ફરિયાદ કરી કસૂરવાર પીએસઆઇ અને બીટ જમાદાર સામે કાર્યવાહીની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત રવિવારે અણખી ગામે પોલીસે કરેલ વિદેશી શરાબને રેડ અને ત્યારબાદ થયેલ ધીંગાણા બાબતે પોલીસ અને બુટલેગર વરચે સમાધાન થયું હોય તેમ સમગ્ર ઘટનાને દબાવી દેવામાં આવી છે. આ ઘટના અંગે વરણામાં પોલીસ મથકના PSI બી.એન ગોહિલને પૂછતા આવી કોઈ ઘટના બની જ નથી તેમ જણાવ્યું હતું.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે