VADODARA CITY
જરોદ પોલીસ મથકની હદમાં ફરજમાં મુકેલા હેડ ક્વાર્ટરના પોલીસ જવાનોએ LCBને ડિટેક્શનમાં મદદ કરી

- છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય થયેલી જીલ્લા LCBને ફરી એક વાર વેગ મળ્યો
- પ્રતિભાશાળી પોલીસ જવાનોને કિનારે મુકતા લાંબા સમયથી કામગીરી ધીમી પડી હતી
- ખેરના લાકડાં ભરેલી ટ્રક વડોદરા થી ગોધરા તરફ જવાની હોવાની માહિતી હેડ ક્વાર્ટરના પોલીસ જવાનને મળતા ગુન્હો શોધી કઢાયો
વડોદરા જીલ્લા LCB પોલીસ દ્વારા ગત રોજ ઉપરા છાપરી ત્રણ ડિટેક્શન જાહેર કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી કોઈ નોંધનીય કામગીરી નહીં કરનાર LCB માં જાણે નવો પ્રાણ ફૂંકાયો હોય તેમ ગત રોજ ત્રણ ગુન્હા ઝડપી પાડયા હતા. જેમાં પ્રતિબંધિત ખેરના લાકડાં ભરીને લઇ જવાતી ટ્રક પણ LCB અને છાણી હેડ ક્વાર્ટરની ટીમે ઝડપી પાડી હતી.
વડોદરા જીલ્લા LCB સહિત અન્ય પોલીસ મથકના 37 જેટલા જવાનોને હેડક્વાર્ટરમાં બદલી કરી દીધા બાદ જાણે LCBની કામગીરી ખૂબ ધીમી પડી ગઈ હતી. પહેલા રોજ બરોજ નવા નવા ડિટેક્શન કરતી LCBની ટિમ નેટવર્કના અભાવે કોઈ નવા ગુન્હાઓ પકડી શકી ન હતી. જોકે ગત રોજ થયેલી કામગીરી બાદ જીલ્લા LCBમાં નવા પ્રાણ ફૂંકાઈ ગયા હોય તેમ લાહી રહ્યું છે.
જીલ્લા LCBની ટીમે ગત રોજ એક પછી એક ત્રણ ગુન્હાને શોધી કાઢ્યાની જાહેરાત કરી હતી.જીલ્લા LCB PI આર.એન રાઠવાએ આપેલી માહિતિ અનુસાર ગત રોજ એક ઘરફોડ ચોરી,ભીડમાં પ્રવેશીને ચોરી કરતી ગેંગ તેમજ ખેરના પ્રતિબંધિત લાકડા ભરેલી ટ્રક જીલ્લા LCBની ટીમે ઝડપી પાડી હતી. મહત્વની વાત તો એ છે કે ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડવામાં LCBની ટિમ સાથે છાણી હેડ ક્વાર્ટરના સ્ટાફની પણ મદદ લેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર છાણી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા જવાનોને જરોદ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકીંગની કામગીરી સોંપવામાં આવી હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અલસમભાઈને બાતમી મળી હતી કે વ્યારા થી પ્રતિબંધિત ખેરના લાકડા ભરીને એક ટ્રક વડોદરા તરફ આવી રહી છે અને આ લાકડા ઇન્દોરમાં લઇ જવાના છે. જે માહિતી જીલ્લા LCBની ટીમને આપતા જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ જવાનો લાલજીભાઈ અને ગજાભાઈને સાથે રાખીને જરોદ પોલીસ મથકની હદમાં આસોજ ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં બાતમી વાળી ટ્રક આવી પહોંચતા તેમાં તપાસતા ખેરના લાકડાં મળી આવ્યા હતાં. ટ્રક ચાલક પાસે લાકડાંનું બિલ માંગતા મળી આવ્યું ન હતું જોકે રબ્બરના ભંગારના બીલની આડમાં લાકડાની હેરાફેરી ઝડપાઇ હતી.
પોલીસે 11160 કિલો ગ્રામ વજનના ખેરના લાકડાં તેમજ ટ્રક મળીને કુલ 3,34,800 રૂ. ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ લાકડાં સોનગઢ વ્યારા થી કાપીને લાવી ઇન્દોર તરફ લઈ જવાતા હોવાનું ડ્રાઇવરે કબુલ્યું હતું.
મહત્વની વાત એ છે કે જીલ્લા પોલીસમાં સારું ડિટેક્સન કરી શકનાર પોલીસ જવાનો હાલ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. છેલ્લાં ઘણા સમયથી જીલ્લા LCBએ કોઈ મહત્વનું ડિટેક્શન જાહેર કર્યું નહતું. અગાઉ ની સરખામણીમાં LCBની કામગીરી ખૂબ ધીમી થઈ હતી. જ્યારે ગત રોજ એકાએક ત્રણ ગુન્હા શોધી કાઢતા LCB ફરી એક વાર એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જોકે સારી પ્રતિભા ધરાવતા પોલીસ જવાનો ને યોગ્ય સ્થળે ઉપયોગમાં લેવાથી જીલ્લામાં ગુન્હાઓ શોધી કાઢવાની કામગીરીમાં વધુ સારી સફળતા હાથ લાગે તેમ છે.
VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.