Connect with us

VADODARA CITY

વરણામા પોલીસ મથકની કસ્ટડી માંથી ફરાર થયેલા હરી સીંધીએ કોર્ટમાં સરેન્ડર કર્યું

Published

on

  • ઘટનાના 14 દિવસ બાદ પણ વડોદરા પોલીસ હરી સિંધી શોધી કાઢવામાં નિષ્ફળ નીવડી
  • કોર્ટ સમક્ષ અરજીમાં હરી સિંધીએ જણાવ્યું,પોલીસ મારા પર થર્ડ ડિગ્રી વાપરશે
  • વડોદરા તાલુકા ના ગુન્હામાં નામદાર કોર્ટ કસ્ટડી સ્વીકારે તેવી અરજી કરી

વડોદરા શહેર જીલ્લાના અનેક ગુન્હાઓ માં વોન્ટેડ આરોપી હરેશ ઉર્ફે હરી બ્રહ્મક્ષત્રિય સિંધીની PCB એ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને ટ્રાન્સફર વોરંટ ના આધારે વરણામા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.જ્યાં 5 એપ્રિલના સાંજે વરણામા પોલીસ મથક માંથી હરી સિંધી નાસી છૂટવામાં સફળ થયો હતો. ઘટના ના 15 દિવસ બાદ આજે હરિ સિંધી વકીલ મારફતે કોર્ટમાં હાજર થયો છે.

વડોદરા પીસીબીને હરેશ ઉર્ફે હરી બ્રહ્મક્ષત્રીય (સીંધી) રાજસ્થાન થી પરત આવ્યો છે અને અમદાવાદ ખાતે નરોડા ગેલેક્ષી વિસ્તારમાં જવાનો છે તેની બાતમી મળી હતી. જેના આધારે પીસીબીની ટીમ વોચમાં ઉભી રહીને આરોપીને ઝડપી લીધો હતો. વારસીયાની એસ.કે.કોલોનીમાં રહેનારો બુટલેગર હરીસિંધી સામે પાંચ વખત પાસા થઈ છે. તેમજ તેને તડીપાર પણ કરવામાં આવ્યો છે.

આરોપી સામે સીટી પોલીસ મથકમાં 12 ગુના, કિશનવાડીમાં અને બાપોદ પોલીસ મથકમાં 1-1 ગુના દાખલ થયેલા છે. તે 7 પોલીસ મથકમાં વોન્ટેડ હતો. આરોપી પાસેથી કાર, 3 મોબાઈલ સહિત1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

બુટલેગરને વરણામાં પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન 6 એપ્રિલના સવારે મળસ્કે બાથરૂમ કરવા જવાનું જણાવી પોલીસ જવાનને ચકમો આપીને કુખ્યાત બુટલેગર હરિ સીંધી ફરાર થયો હતો.ઘટનાને પગલે વિવિધ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ કસ્ટડી માંથી આરોપી ફરાર થઈ જવાની ઘટનામાં વરણામા પોલીસ મથકના PSO વિરુદ્ધ પણ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

આજે બુટલેગર હરી સિંધી વકીલ મારફતે નામદાર કોર્ટમાં હાજર થતાં ચકચાર મચી હતી. પોલીસ કસ્ટડી માંથી ફરાર આરોપી કોર્ટમાં હાજર થઈ જતાં અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા.

IPC કલમ 44(2) હેઠળ કોર્ટ સમક્ષ હાજર થયેલા હરી સિંધીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પોલીસ મારી અટક કરશે તો ગમે તે બહાને 24 કલાક થી વધુ સમય માટે કસ્ટડીમાં રાખશે અને થર્ડ ડિગ્રી નો ઉપયોગ કરશે. એટલું જ નહિ માનસિક અને શારીરિક ત્રાસ પણ આપશે.

Advertisement

નામદાર કોર્ટની કસ્ટડી ની માંગણી કરી હરી સિંધી કોર્ટ સમક્ષ હાજર થઈ જતાં પોલીસની નિષ્ફળતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે ઘટનાને આશરે 14 દિવસ વીતી ગયા છતાંય હરી સિંધી ને પકડી પાડવામાં વડોદરા જીલ્લા અને શહેર પોલીસ નિષ્ફળ નીવડી હતી. જ્યારે આજે આરોપી કોર્ટ સમક્ષ હાજર પણ થઈ ગયો છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending