VADODARA CITY
પાણી માટે સયાજીપૂરા ટાંકી પર હલ્લાબોલ, પાણી ચોરી પકડાતા કર્મચારીઓ ભાગ્યા
- સયાજીપૂરા ટાંકીએ ચાર સોસાયટીના રહીશોએ રાત્રી સમયે કર્યો હોબાળો
- નિયત સમય કરતા ઓછા સમય પાણી આપી રોજેરોજ કૃત્રિમ પાણીકાપ લાવતા હતા કર્મચારીઓ
- અડધી રાત્રે સાયજીપૂરા ટાંકી પરિસરમાં ઉભેલી મળી ખાનગી ટેન્કરો, કોના ઈશારે થતી હતી પાણી ચોરી?
- નગરસેવકોને ફોન કર્યા પણ એક વ્યક્તિ ફરક્યો નહીં,ફોન પર આપ્યું આશ્વાસન
વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં પાલિકા દ્વારા સમયસર પીવાનું પાણી નહીં અપાતા ચાર સોસાયટીના રહીશોએ ગત રાત્રે સાયજીપૂરા ટાંકી ખાતે હલ્લાબોલ કર્યો હતો. જ્યારે પાણી ચાલુ કરવા રજૂઆતો કરતા ટેલિફોન પર અધિકારીઓ એ ઉદ્ધત જવાબો આપતા રહીશો રોષે ભરાયા હતા. જ્યારે વિસ્તારના નગરસેવકો સ્થળ પર ફરકયા સુદ્ધા ન હતા.
વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો પાણી આપવામાં પણ વાહલાં દવલાની નીતિ વાપરી રહ્યા છે કેટલાક વિસ્તારમાં દિવસમાં બે વાર પાણી મળે છે જ્યારે કેટલીક સોસાયટીમાં એક ટાઈમ પણ પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. આવી નીતિને કારણે ખોડિયાર નગર વિસ્તારમાં અનેક સોસાયટીના રહીશો પાલિકાના માનવસર્જીત એટલેકે કૃત્રિમ પાણીના કાપ થી પરેશાન થઈ ઉઠ્યા છે.
ખોડિયાર નગરના વિસ્તારમાં આવેલી શરણમ હેપ્પીહોમ,શિવમ હેપ્પીહોમ,રુદ્રાક્ષ રિવેરા સહિત આસપાસની સોસાયટીમાં કેટલાક દિવસથી પાણી નિયત સમય કરતાં ઓછા સમય માટે આવી રહ્યું છે.રોજેરોજ અહીં પાણીની ટેન્કરો મંગાવી પડે છે.વારંવાર વિસ્તારના નાહરસેવકોને રજુઆત કરી હોવા છતાંય કોઈ નિકાલ આવતો નથી. જ્યારે ગત રોજ પણ પાણી નહીં આવતા રહીશો રોષે ભરાયા હતા અને સાયજીપૂરા પાણીની ટાંકીએ પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો.

સયાજીપૂરા પાણીની ટાંકીએ જઈને રહીશોએ પાણી છોડવાનું રજીસ્ટર ચેક કરતા તેઓના વિસ્તારના પાણી છોડવાના સમયમાં ચેક ચૂક જોવા મળી હતી. નક્કી સમય કરતાં ઓછા સમય માટે પાણી છોડ્યા બાદ ટાઈમ ચેકીને નવેસરથી ટાઇમ લખવામાં આવ્યો હતો. જ્યારે સયાજીપૂરા ટાંકી પર હાજર કર્મચારીઓ પાસેથી જ પાણી પુરવઠા વિભાગના ઉપલા અધિકારીઓ સાથે ફોન પર વાત કરાવી હતી. સ્થાનિક રહીશોએ અધિકારીઓ સાથે સાયજીપૂરા ટાંકી પરથી જ ફોન પર વાત કરી હતી. પરંતુ અધિકારીઓ પણ ખો આપતા નજરે ચઢ્યા હતા. અંતે અકળાયેલા રહીશોએ રોષે ભરાઈને હોબાળો કરતા રાત્રે 11 કલાકે પાણી છોડવું પડ્યું હતું.
અડધી રાત્રે સયાજીપૂરા ટાંકી પરિસરમાં ખાનગી ટેન્કરો શું કરતી હતી? ચાર સોસાયટીની મહિલાઓ સહિત આશરે 400 રહીશોનું ટોળું પાણીની ટાંકીએ પહોંચ્યું ત્યારે બે ખાનગી ટેન્કરો પાણીની ટાંકી પરિસરમાં ઉભી હતી રહીશોનો રોષ જોઈને ટેન્કર ચાલકો સ્થળ છોડી નાસી છૂટયા હતા. અડધી રાત્રે સાયજીપૂરા ટાંકી માંથી ખાનગી વોટર સપ્લાયરને પાણી ભરી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જ્યારે રહીશોએ હાજર કર્મચારીઓ ને પૂછતા જાણવા મળ્યું હતું કે પાલિકાના ભભોર સાહેબના કહેવાથી આ ટેન્કરોને પાણી આપવામાં આવે છે. એક તરફ વેરો ભરતા નાગરિકોને પાણી મળતું નથી જ્યારે પાણીકાપને કારણે ખાનગી વોટર સપ્લાયર પાસેથી રહીશોએ ટેન્કરો મંગાવવા પડે છે. જ્યારે આ ટેન્કરો પણ અડધી રાત્રે પાલિકાની મુખ્ય ટાંકી માંથી પાણી ભરીને જ રહીશોને પહોંચાડે છે. જ્યારે સોસાયટીના રહીશોએ કરેલા હોબાળા બાદ અધિકારીઓના આશીર્વાદથી ચાલતું પાણી ચોરીનું કૌભાંડ પણ સપાટી પર આવ્યું છે.
વોર્ડ 4ના એક પણ કાઉન્સિલર સ્થળ પર ફરકયા નહીં! આને મજબૂત નેતાગીરીનો અભાવ કહો કે,પાર્ટી લાઈનથી ચાલતા નગરસેવકોનું અધિકારીઓ સામે કંઇજ ઉપજતું નથી એમ કહો, ગઈ કાલે રાત્રે બનેલી ઘટનામાં સ્થાનિક રહીશોએ પાલિકાના વોર્ડ 4 ના નગરસેવકોને ફોન કર્યા પણ એક પણ નગરસેવક સ્થળ પર આવ્યો નહીં, વિસ્તારમાં લાંબા સમયથી બુમો ઉઠી છે કે અજીત દધિચ સિવાય કોઈ નગરસેવક પ્રજાના પ્રશ્નો સાંભળતા નથી. મહિલા નગરસેવકોને તો વિસ્તારમાં જોયા સુદ્ધા નથી. ચાર નગરસેવકોની પેનલમાં ફક્ત એક જ નગરસેવકને લોકો ઓળખે છે. જ્યારે બાકીના નગરસેવકો શોભા ના ગાંઠિયા સમાન છે. તાજેતરમાં જ્યારે સભામાં વિસ્તારના પાણીના પ્રેશરનો પ્રશ્ન અજીત દધિચે ઉઠાવ્યો ત્યારે સાથી નગરસેવકો સમર્થનમાં ઉભા પણ થયા ન હતા.લાંબા સમયથી સયાજીપૂરા ટાંકીમાં આવતી પાણીની આવક પર પાલિકાના સત્તાધીશો નજર નાખીને બેઠા છે. અગાઉ અણખોલ ઓ.જી વિસ્તારને સયાજીપૂરા ટાંકી માંથી પાણી આપવાની યોજના પાલિકાના સત્તાધીશોએ ઉભી કરી હતી.જ્યારે અજીત દાધિચે એકલા હાથે લડીને આ કામગીરીની મંજૂરી અટકાવી હતી. બાકીના નગરસેવકોની તે સમયે પણ કોઈ ભૂમિકા નજરે પડી ન હતી. પાર્ટી લાઈનથી ચાલવામાં મશગુલ નગરસેવકો પ્રજાની લાઈન ભૂલી ગયા છે. પ્રજા માટે અધિકારીઓ સાથે લડવાની વાત આવે ત્યારે નગરસેવકો અધિકારીઓના ખેમામાં જઈને બેસી જાય છે.જેને લઈને પણ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે