VADODARA CITY
વૈભવી વિલામાં એક સપ્તાહમાં ચાર વાર ચોરી,સિક્યુરિટી ગાર્ડે ફાયરીંગ કર્યુ
- વડોદરા ગ્રામ્યમાં આવેલ ખાનપુર કિ-સ્ટોન મેન્શનમાં તસ્કરો દ્વારા ખુલ્લેઆમ ચોરી અને લૂંટફાટ ઘટનાઓ
- એક સપ્તાહમાં ચાર વિલાના તાળા તોડી તસ્કરો લાખોની ચોરી કરી પલાયન
- તસ્કરો હથિયારો સાથે સોસાયટીમાં પ્રવેશી કોઈ પણ મકાનને નિશાન બનાવી ચોરી કરી પલાયન થાય છે.
- ચોરીની ઘટના સોસાયટીના CCTVમાં કેદ,છતાંય પોલીસ કાર્યવાહી શૂન્ય!
- ભય ના ઓથા હેઠળ જીવતા સોસાયટીના રહીશોએ જીલ્લા SPને રજુઆત કરી
વડોદરા શહેરના શેરખી ખાનપુર પાસે આવેલા કી-સ્ટોન મેન્શનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એક સ્થળે જ વારંવાર ચોરી કરતા તસ્કરોને પોલીસનો ડર રહ્યો નથી. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા તાજેતરમાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું તેમ છતાંય તસ્કરો વારંવાર અહીં ચોરીને અંજામ આપી રહ્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ જીલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરી છે. જ્યારે સોસાયટીના રહીશો ભય ના ઓથા હેઠળ જીવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક આવેલા શેરખી ખાનપુર ગામે કી- સ્ટોન મેન્શન સોસાયટી આવેલી છે. વૈભવી વિલા ની આ સોસાયટીમાં સિક્યુરિટીની તમામ વ્યવસ્થા છે સોસાયટી કમ્પાઉન્ડ પર જીવંત વીજ વાયરો પણ લગાવવામાં આવ્યા છે. જ્યારે ગનમેન સાથેના સિક્યુરિટી ગાર્ડ અને હોમગાર્ડના જવાનો પણ રાત્રી સુરક્ષામાં તૈનાત હોય છે.
છેલ્લા એક સપ્તાહમાં અહીં ચાર મકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. ઝાડ પર ચઢીને જીવંત વીજ વાયર ઓળંગીને તસ્કરો મારક હથિયાર સાથે સોસાયટી પરિસરમાં પ્રવેશે છે. અને કોઈ પણ વિલા નું તાળું તોડી અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી પલાયન થઈ જાય છે. વિલામાં ભલે રહેતું હોય, તસ્કર ટોળકી તેઓને રૂમમાં બંધ કરીને આખા વિલામાં બિન્દાસ્ત પણે ફરી કિચન માંથી જે મળે એ ખાઈ અને ચોરીનો સામાન લઈને પલાયન થઈ જાય છે.
એક સપ્તાહમાં ચાર મકાનોમાં ચોરી થતા ગત રોજ જ્યારે તસ્કરો ફરી વાર સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેઓને ભગાડવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું તેમ છતાંય સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત રોજ તસ્કરોએ ફરી ચોરીનો પ્રયાસ કરતા સોસાયટીના રહીશોએ જીલ્લા પોલીસ વડાને આ અંગે રજુઆત કરી હતી. તસ્કરો થી હવે સ્થાનિક રહીશો જીવ નું જોખમ મહેસુસ કરી રહ્યા છે. આ અંગે તાલુકા પોલીસ મથકે ઓન ફરિયાદ આપી હોવા છતાંય પોલીસ ફક્ત કાચી ફરિયાદ નોંધે છે. જ્યારે વિસ્તારના રહીશોને તસ્કરોથી બચાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે