Connect with us

VADODARA CITY

ગ્રામપંચાયતની ચૂંટણીની અદાવતે તલસટ ગામે ધીંગાણું, પૂર્વ સરપંચના પરિવાર પર હુમલો

Published

on

  • નવા ચૂંટાયેલા સરપંચ અને તેના સમર્થકોએ પૂર્વ સરપંચના પરિવાર પર હુમલો કર્યો
  • યોજનાબદ્ધ થયેલા હુમલા પૂર્વે પોતાના જીવને ખતરો હોવાની અરજી પણ માંજલપુર પોલીસ મથકે કરી હતી.
  • પોલીસ મથકમાં અરજી કરી હોવા છતાંય પોલીસ દ્વારા જવાબ લેવા સુદ્ધાની કાર્યવાહી કરાઈ નહીં

વડોદરા તાલુકાના તલસટ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાત્રીના 12 વાગ્યા બાદ પૂર્વ સરપંચ અને તેમના પરિવારના સભ્યો પર થયેલા હુમલામાં ઘાયલ ગ્રામજનોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે બંને તરફ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરા તાલુકાના તલસટ ગામે છેલ્લા 25 વર્ષથી જીતતા આવતા સુખદેવ ઠાકોરને હરાવીને સરપંચ પદે નવનીત ઠાકોરની જીત થઈ હતી.જીત મેળવ્યા બાદ પૂર્વ સરપંચ અને તેમના પરિવારના સભ્યોને વારંવારની ધમકી મળતી હતી. આ અંગે પૂર્વ સરપંચ સુખદેવ ઠાકોર દ્વારા અગાઉ પણ પોતાની જીવનો ખતરો હોવાની અરજી માંજલપુર પોલીસ મથકે કરી હતી.

આજે ગ્રામપંચાયતનો ચાર્જ લેવાનો દિવસ હતો જ્યાં નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોએ પંચાયતના હિસાબો સહિત ચાર્જ લેવાના હતા. જે પહેલા જ રાત્રીના સમયે પૂર્વ સરપંચ અને તેમના પુત્રો અને પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો થયો હતો.

Advertisement

રાતના 11 વાગ્યાના સુમારે પૂર્વ સરપંચ સુખદેવ ઠાકોરનો પુત્ર સતીષ ઠાકોર પોતાની ફેકટરી પરથી ગામમાં આવ્યો હતો. જ્યાં ભત્રીજો રાકેશ ઠાકોર પણ ગામના ભાગોળે મળ્યો હતોમ જેઓ બંને ઉભા હતા ત્યારે આયોજનબદ્ધ રીતે ચૂંટાયેલા સરપંચ નવનીત ઠાકોર અને તેમના સમર્થકોએ લાકડાં અને ડંડા સાથે અચાનક હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ પૂર્વ સરપંચ સુખદેવ ઠાકોરને થતા પોતાના પુત્રોને માર મારતા હોવાનું જાણીને ગામના ભાગોળે પહોંચ્યા હતા. જ્યાં નવનીત ઠાકોર અને તેના સમર્થકોએ જગદીશભાઈ, સુખદેવભાઈ,રાયસિંગભાઈ તેમજ વિપુલને ઘેરી લઈને માર માર્યો હતો.

સમગ્ર ઘટના બાદ ઇજાગ્રસ્તો ને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે માંજલપુર પોલીસે બંને જૂથો વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ આરંભી છે.

મહત્વની વાતએ છે કે આ અગાઉ પણ પોતાના જીવ ને ખતરો હોવાની જાણ પૂર્વ સરપંચ દ્વારા અરજી મારફતે માંજલપુર પોલીસ મથકમાં કરી હતી. જોકે પોલીસે સામા પક્ષે જવાબ લેવા સુધીની પણ તસ્દી લીધી ન હતી. ઘટનાએ આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું છતાંય પોલીસે ફક્ત તમાશો જ જોયો હોવાના આક્ષેપ પૂર્વ સરપંચ સુખદેવ ઠાકોરે કર્યા હતા.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending